ઝી બ્યુરો/અમદાવાદ: હપ્તા ખાવા, રૂપિયા પડાવવા, નાગરિકોને પરેશાન કરવા, દાદાગીરી કરવી.. ગુજરાત પોલીસની આ છબી છે.. આવી છબી એટલા માટે છેકે, આવી અસંખ્ય ઘટનાઓ હકીકતમાં આપણી સામે આવી પણ છે. જોકે, આ વખતે  ગુજરાત પોલીસનો સૌથી ક્રૂર ચહેરો સામે આવ્યો છે.. જી હાં, 10 નવેમ્બરે અમદાવાદમાં MICAના વિદ્યાર્થીની હત્યા કરનારા પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લાવ્યું છે. શા માટે આ પોલીસકર્મી હત્યારો બન્યો અને શું છે સમગ્ર ઘટના?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાર યાદીમા નામ નોંધાવવાનુ બાકી છે? ઉતાવળ કરજો, ગુજરાતમા આ 4 દિવસ યોજાશે ખાસ ઝુંબેશ


10 નવેમ્બરે બોપલના જે રસ્તા પર દાદાગીરી કરી અને ખાખીનો રૌફ જમાવીને એક નિર્દોષની હત્યા કરી નાખી એના બરાબર 4 દિવસ બાદ એ જ શખ્સ બેચારો બનીને પોલીસના સકંજામાં હાથ જોડી રહ્યો છે.. આ એ જ શખ્સ છે જેમણે અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. 


આ કેસમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં છરીના ઘા મારનાર વિરેન્દ્ર લંગડાતો-લંગડાતો આવ્યો હતો. તેને હાથે દોરડા બાંધી લવાયો હતો. વિદ્યાર્થીએ ગાડી ધીમી ચલાવાનું કહેતા આરોપી કોન્સ્ટેબલે વાતને ઇગો પર લઇ પોતાની હેરિયર ગાડીનો યુ-ટન મારી બુલેટ લઇને પોતાની મિત્ર સાથે જતા પ્રિયાંશુની પાછળ ગયો. ત્યાં છરી મારી પ્રિયાંશુની હત્યા કરી નાખી હતી.


રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ


આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે.. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે.. હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે.. પોલીસ તપાસમાં સામે આવ્યું છે હત્યાના સ્થળેથી માત્ર 300 મીટર દૂર જ આરોપીનું ઘર છે.. હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરે ગયો હતો અને એ જ રસ્તેથી પરત ફરીને ગાડી બદલી ફરાર થઈ ગયો હતો.


વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલાં થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે.. પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે.. CCTV ફૂટેજના બીજા એન્ગલમાં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે છે ત્યારે જ સામેથી હેરિયર કાર આવે છે અને બન્ને વાહન સેકન્ડો માટે રોકાતાં જોઈ શકાય છે, જેની ગણતરીની સેકન્ડોમાં જ હેરિયરચાલક પ્રિયાંશું પર હુમલો કરી લોહીલુહાણ કરી દે છે..


શું છે 13 નંબરનું રહસ્ય? અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન


વિરેન્દ્રસિંહ પઢિયાર અગાઉ વિવાદાસ્પદ પોલીસકર્મચારી રહી ચૂક્યો છે. તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો.. ત્યાર બાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલાં તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.. હાલ તે સિક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું એમ કહીને ગયો હતો.. હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે.