શું છે 13 નંબરનું રહસ્ય? કેમ લોકો માને છે આને અશુભ, અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન

13 number unlucky: 13 નંબર વિશે લોકોમાં અલગ-અલગ માન્યતાઓ છે. ઘણા લોકો તેને અશુભ માને છે, જ્યારે કેટલાક લોકો તેને પોતાના જીવનમાં ભાગ્યશાળી માને છે, આ નંબરનું સાચું રહસ્ય શું છે?

શું છે 13 નંબરનું રહસ્ય? કેમ લોકો માને છે આને અશુભ, અમેરિકાના એક્સપર્ટે સમજાવ્યુ તેની પાછળનું વિજ્ઞાન

13 number unlucky: 13 નંબરનું રહસ્ય સદીઓથી લોકોમાં ચર્ચા અને અંધશ્રદ્ધાનું કારણ રહ્યું છે. ઘણા લોકો તેને અશુભ નંબર માને છે, જ્યારે કેટલાક તેને તેમના જીવનમાં લક્કી નંબર માને છે, તો આ સંખ્યાનું સાચું રહસ્ય શું છે? જ્યારે પશ્ચિમી દેશોમાં તે સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે કારણ કે તે બારની પૂર્ણતા સામે જોવામાં આવે છે, જેમ કે બાર રાશિ, બાર મહિના, બાર કલાક વગેરે.

આ કારણોસર 13 નંબરને અસંતુલન અને "અપૂર્ણતા"નું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો માને છે કે તેમાં વિશેષ ઊર્જા હોય છે. તો શું આ અંધશ્રદ્ધા છે કે વિજ્ઞાનની રમત? આ પાછળનું રહસ્ય બન્ને પાસાઓ સાથે સંકળાયેલું છે, જે માનવ ઈતિહાસ અને માનસિકતાના ઊંડા પ્રશ્નોને જન્મ આપે છે. ચાલો જાણીએ...

Add Zee News as a Preferred Source

અમેરિકાના એક્સપર્ટના અનુસાર
ઓટિસ ઈલિવેટર કંપનીના અનુસાર ધણી બિલ્ડીંગમાં જ્યાં 13મો માળ હોય છે ત્યા લિફ્ટ સીધી 14મા માળે જ ઊભે છે. આટલું જ નહીં પશ્ચિમી દેશોમાં 13 તારીખે આવનાર શુક્રવારને વિશેષ રૂપે અશુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો પોતાના કામો અને વ્યવહારમાં બદલાવ અનુભવે છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવને ટાળી શકાય.

આ અંગે સમાજશાસ્ત્રીએ શું કહ્યું?
જો કે, આ દિવસે ક્યારે-ક્યારેક ખરાબ ઘટનાઓ બની હોય છે, પરંતુ આ કોઈ નક્કર પુરાવા નથી. આ દિવસ ખાસ કરીને દુભાગ્યપૂર્ણ હોય છે. આ અંધશ્રદ્ધા પાછનું સામાજિક મનોવિજ્ઞાનને સમજાવતા સમાજશાસ્ત્રીએ જણાવ્યું કે, આ ડર અને ભય વ્યક્તિગત નથી, આ એક સામૂહિક માન્યતા બની જાય છે. લાખો લોકો આ માન્યતામાં એટલી હદે માને છે કે તે તેમના વ્યવહારને પ્રભાવિત કરવાનું શરૂ કરે છે.

જાપાનમાં 9 નંબરને અશુભ માનવામાં આવે છે
જાપાનમાં 9 નંબરને અશુભ માનવામાં આવે છે. કારણ કે જાપાની ભાષામાં 9નો ઉચ્ચારણ "ક્યૂ" (kyuu)તરીકે થાય છે. જે પીડા અથવા દર્દના ઉચ્ચારણથી સમાન છે. એટલા માટે અહીંના લોકો આ નંબરને અશુભ માને છે. 

ચીનમાં 4 નંબર મૃત્યુ જેવો
ચીનમાં 4 નંબરને ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સંખ્યા મૃત્યુથી જોડાયેલી હોય છે. આનું કારણ છે કે ચાઈનીઝ ભાષામાં 4નું ઉચ્ચારણ "સિ" તરીકે થાય છે, જે મૃત્યુના ઉચ્ચારણથી સમાન છે. આ જ કારણેથી 4 નંબરને ઘણી વાર એક કાલી, દુઃખદ અને નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news