અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ

ટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે. નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.

અમદાવાદમાં બનશે રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ રેસ્ટોરન્ટ, જાણો ક્યાં અને કેવી સુવિધાઓથી હશે સજ્જ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરવાનું વધુ એક સ્થળ બનવાની જાહેરાત કરી છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ બાદ હવે ફ્લોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ શરૂ થશે. જી હા...ફ્લોટિંગ રેસ્ટોરાં લાવવાની રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને જાહેરાત કરી છે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં વહીવટી કાર્યવાહી શરૂ કરાશે. નદીમાં ચાલતી આ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં 10 વર્ષમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની જાહેરાત ઘણી વખત કરવામાં આવી છે, પરંતુ આ વખતે AMC દ્વારા સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અગાઉ 2012માં, એ પછી 2019માં અને 2021 અને 2022માં પણ આ પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. સાબરમતી નદીમાં કાર્યરત થનાર ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે. ફલોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટની ક્ષમતા 265 વ્યક્તિની રહેશે. ફલોટીંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ 49 મીટર લાંબી હશે. હવે આ પ્રોજેક્ટને AMC દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આગામી દિવસોમાં તેનું કામકાજ શરૂ થશે.

પ્રાથમિક માહિતી અનુસાર  રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ શકે છે. જેમાં લોકો મ્યુઝિક સહિત અનેક પ્રકારની સુવિધાઓ માણી શકશે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. આ પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટે નું શ્રેષ્ઠ સ્થાન બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news