નર્મદા : ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ ૮ મોટર સાઇકલ કિ.રૂ. 3,40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા લોકલ ક્રાઇમબ્રાંચ. નર્મદા એલસીબી પોલીસ ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ 8 મોટર સાઇકલ 3,40,000 ના મુદ્દામાલ સાથે નર્મદા LCB પોલીસે 2 આરોપીને બાઈક ચોરીના ગુન્હામાં પકડી પાડ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સમયાંતરે 8 બાઈકની ચોરી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે પિતા પુત્ર પર છરી વડે હૂમલો, એકનું મોત


જેમાં નર્મદા જિલ્લામાંથી 6 બાઈક ચોરી થઈ હતી. જે બાબતની નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ નર્મદા એલ સી બી પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન નાંદોદ તાલુકના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ 2 વ્યક્તિને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલ હોન્ડા સાઇન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની વધુ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે અન્ય 3 વ્યક્તિ સાથેની ટોળકી છે. 


BHAVNAGAR માં લવ જેહાદ બાદ હવે લેન્ડ જેહાદીઓ સક્રીય, હિન્દુઓ કરોડોની સંપત્તી મફતના ભાવે વેચવા મજબુર


જેઓની સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ જેમાં દાહોદ, વડોદરા જીલ્લા, ભરૂચ, સુરત,નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સદર જીલ્લાઓમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ કબજે કરવામાં આવી છે. તેઓની પાસેથી કુલ ૮ મોટર સાઇકલ કબજે કરવામાં આવેલ છે. આ ટોળકી મોટર સાઇકલ ચોરી કરી મધ્ય પ્રદેશ ખાતે જઇ આ તમામ મોટર સાઇકલો આરોપી સુરાભાઇ બાયસીંગભાઇ અનારે તથા ધર્મેન્દ્રભાઇ રતનભાઇ દેવકાને વેચવાનું કામ કરતા હતા. 


ગુજરાતનું એ સ્થળ જ્યાં સુર્યના કિરણો સીધા જ પડે છે ત્યાંની સ્થિતિ કેવી છે જાણો


આ મોટર સાઇકલો રૂપિયા 5000 થી 10,000 સુધીની કિંમતમાં વેચતા હતા. જો કે નર્મદા એલસીબી પોલીસ મધ્યપ્રદેશના ધિલવાની ગામમાં પહોંચી તો ત્યાં ન તો જવાનો રસ્તો હતો કે ન ત્યાં બાઈક પણ પહોંચતું હતું. નર્મદા એલસીબી પહેરવેશ બદલીને 5 કિલોમીટર સુધી ચાલીને તપાસ માટે પહોંચી હતી. જંગલ વિસ્તાર હોવાથી નર્મદા પોલીસને આરોપીને પકડવામાં ખુબ મુશ્કેલી પડી હતી. જોકે પોતાના જીવના જોખમે નર્મદા એલસીબીએ બે આરોપીને હાલ તો પકડી પાડયા છે. હજુ 3 આરોપીની શોધખોળ ચાલુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube