મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી પતિ વિરુદ્ધ તેની જ પત્ની એ ફરિયાદ કરી છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસકર્મી પતિ અન્ય કોઈ મહિલા પોલીસકર્મી સાથે લગ્નેત્તર સબંધ રાખે છે. આ પોલીસકર્મી ગ્રામ્ય એલસીબીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, જેને બાવળા પોલીસ સ્ટેશનની એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ હોવાથી પત્નીને ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે. પોલીસકર્મીએ હદ વટાવીને પત્ની અને બાળક હોવા છતાં ખાખીધારી પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા હોવાનો પણ પત્નીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. 


ગુજરાત હાઈકોર્ટના 6 કર્મચારી અને અમદાવાદના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, પતિની પ્રેમિકાએ તો તેને એવી ધમકી આપી કે, અમે પોલીસ ખાતામાં છીએ. તારાથી થાય તે કરી લે અને તારો પતિ મારા અંકુશમાં હોવાની ધમકી પણ આપી હતી. સાણંદમાં રહેતા આ પોલીસકર્મીનાં 15 વર્ષ પહેલા નિવૃત્ત જેલ અધિક્ષકની દીકરી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંન્નેનું જીવન સુખેથી ચાલતું હતું, પણ મહિલાનો પતિ પાંચેક વર્ષ પહેલા પોલીસ ખાતામાં જોડાયો હતો. બાદમાં ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ રચાયો હતો. 


રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ 


બાદમાં પોલીસ કર્મી પતિએ પ્રેમિકા સાથે લગ્ન પણ કરી લીધા હોવાનું પણ પત્નીને જાણવા મળ્યું હતું. જોકે આ બાબતે પોલીસ કોન્સ્ટેબલને પત્નીએ પૂછતા દર મહિને પિયરમાંથી એક-એક લાખ લઈ આવવા દબાણ કરવામાં આવતું હતું. જેને લઇ કંટાળી ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં પત્નીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર