જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: જિલ્લાના રાજગઢ વિસ્તારમાં આવેલી કરાડ નદીમાં તણાયેલા એક વિદ્યાર્થીનો પોલીસ જવાને જીવ બચાવ્યો છે. વિદ્યાર્થી સાયકલ લઇને પુલ પરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન એકાએક પાણીના પ્રવાહમાં સાયકલ સાથે તણાયો હતો જેને પોલીસ જવાને જોતા વિદ્યાર્થીઓને બચાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ અને કોન્સ્ટેબલે નદીના પુરમાં તણાતા વિદ્યાર્થીનો જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે શાળાએથી છૂટી ઘરે જતો વિદ્યાર્થી કરાડ નદીના પુલ પરથી સાઇકલ લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક પાણીના પ્રવાહમાં વિદ્યાર્થી તણાયો હતો જેને જીવના જોખમે પોલીસ જવાને બચાવ્યો હતો.


સુરત: ખેલૈયાઓએ ‘સ્કેટિંગ શૂઝ’ પહેરી કર્યા હિપહોપ ગરબાના અનોખા સ્ટેપ્સ


રાજગઢ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી કરાડ નદીના પ્રવાહમાં અચાનક વિદ્યાર્થી તણાતો જોઇને પોલીસ જવાને જીવના જોખમે પાણીના વહેણમાં પડીને વિદ્યાર્થીને બચાવ્યો હતો. પોલીસ જવાન દ્વારા વિદ્યાર્થીને બચાવી લેતા પરિવારમાં પોલીસ જવાનનો આભાર માન્યો હતો.


જુઓ LIVE TV :