પોલીસની પળોજણ: ફરિયાદ છતા કાર્યવાહી નહી થતા દલિત પરિવારનાં 5 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ
શહેરમાં એક જ પરિવારનાં તમામ સભ્યોએ એસપી કચેરીની બહાર આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. દલિત પરિવારે પોતાની સાથે અન્યાય થયો હોવાની રાવ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ મોટા પ્રમાણમાં પોલીસ અને વહીવટી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર આ સામૂહિક આત્મહત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી.
પાટણ : શહેરમાં એક જ પરિવારનાં તમામ સભ્યોએ એસપી કચેરીની બહાર આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. દલિત પરિવારે પોતાની સાથે અન્યાય થયો હોવાની રાવ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ મોટા પ્રમાણમાં પોલીસ અને વહીવટી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર આ સામૂહિક આત્મહત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી.
SURAT માં 145 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી, 14 કરોડપતિ, 17 ઉચ્ચ અભ્યાસ કરી ચુકેલા
એક જ પરિવારનાં 5 સભ્યોએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે, પત્ની ઘર છોડીને જતી રહી હતી. આ અંગે પતિ અને પરિવાર દ્વારા પોલીસમાં અરજી દાખલ કરી હતી. જો કે પોલીસ દ્વારા આ અંગે કોઇ જ તપાસ કરવામાં આવી નહી હોવાનો આક્ષેપ પરિવાર લગાવી રહ્યો છે. આ મુદ્દે કોઇ ઉકેલ નહી આવતા પતિએ કંટાળીને સમગ્ર પરિવાર સહિત પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તમામની સ્થિતિ સ્થિર હોવાનું પોલીસ જણાવી રહી છે.
લીલીપરિક્રમા પુર્ણ કરી પરત ફરતા પરિવારનો અકસ્માત 4 લોકોનાં મોત, મુખ્યમંત્રીએ આપી લાખોની સહાય
અત્રે નોંધનીય છે કે, ઝેરી દવા ગટગટાવી લેતા પિતા સહિત ચારેય સંતાનોની તબિયત લથડી હતી. જેથી પોલીસ દ્વારા તત્કાલ તમામને GMERS હોસ્પિટલ લઇ જવાયા હતા. હાલ ચારેય બાળકો સહિત પિતા પણ સારવાર હેઠળ છે. જો કે તેઓ કોઇ પણ પ્રકારે ફરી તોફાન ન કરે તેના માટે તેમને ખાટલા સાથે બાંધવાની ફરજ પડી હતી. હાલ તો તમામની સારવાર ચાલી રહી છે. ઉપરાંત મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ચુક્યો છે. જો કે આ પ્રયાસ બાદ પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube