મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાત ATS  દ્વારા પોરબંદર દરિયામાંથી પકડવામાં આવેલ 9 ઈરાની શખ્સોની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રૂ.500 કરોડની કિંમતનું આ ડ્રગ્સ મુંબઈ થઈને દિલ્હી પહોંચાડવાનું હતું. આજે પકડાયેલા આ 9 આરોપીને પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જેમાં વધુ નવા ખુલાસા થાય તેવી સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ATSના સૂત્રોએ જણાવ્યું કે, ઝડપાયેલા 9 ઇરાની શખ્સોમાં મુખ્ય સૂત્રધાર મોહંમદ અસ્લમ આબ્દિલ નામનો શખ્સ છે. મોહંમદ અસ્લમ પાકિસ્તાનના એક સ્મગલરનું એક ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ ગ્વાદર બંદરેથી લઈને નીકળ્યો હતો. ATSની પ્રાથમિક પુછફરછમાં અસ્લમે જણાવ્યું કે, આ કન્સાઈનમેન્ટ મુંબઈના બદરુદ્દીન શેખ મારફતે દિલ્હી પહોંચાડવાનું હતું. આ ડ્રગની ડિલિવરી અલમુજીબ નામની બોટ મારફતે પોરબંદરથી કરવાની હતી. 


જેના માટે મોહંમદ અસ્લમે વેરી હાઈ ફિક્વન્સીની મદદથી અલમુજીબ બોટનો મધદરિયેથી સંપર્ક પણ કર્યો હતો. મોહમ્મદ અસ્લમ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વેરીઆઈ ફ્રિક્વન્સી કોડને ATS દ્વારા આંતરી લેવાયા હતા. ''યુસુફ કોલિંગ અલમુજીબ" નામનો એક કોડ વારંવાર રીપીટ થતું હોવાનું જાણવા મળતાં આ બોટને રડારમાં લેવા માટે ATS દ્વારા કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સનો સંપર્ક કરાયો હતો. કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્કફોર્સના ચુનંદા ટેક્નીકલ અધિકારીઓની મદદથી આ બોટનું લોકેશન શોધીને તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.


તાલાલા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ


મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અસ્લમ ડ્રગ્સની દાણચોરીમાં રીઢો ગુનેગાર છે 
ATSના સૂત્રોએ જણાવ્યું કે, ઝડપાયેલા આરોપી અને મુખ્ય સૂત્રધાર મોહંમદ અસ્લમ છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આરોપી મહંમદ અસલમ 2002ની સાલમાં પણ મસ્કત અને ગુમાનમાં નાર્કોટિક્સની હેરાફેરી કરવામાં ઝડપાઈ ચૂકયો છે. મૂળ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો મહમદ અસ્લમ તેની આડમાં ડ્રગ્સની દાણચોરી કરતો હતો. જેમાં તે સાત વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. 


આ ગામના ખેડૂતે હીરા-સોના-ચાંદી નહીં પરંતુ આ કામ માટે ખેતરમાં લગાવ્યા CCTV


મોહમ્મદ અસ્લમ પોતાની આગવી મોડેસ ઓપરેન્ડીથી દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આરોપી મોહંમદ અસ્લમ સુરક્ષા એજન્સીઓને માત આપવામાં એટલો માહિર છે કે, તે VHF રેડિયો, ઓટોમેટીક આઇડેન્ટિફિકેશન સિસ્ટમને સંપૂર્ણ રીતે જાણે છે. આ કારણે જ ATSની ટીમે જ્યારે તેની બોટને ચારે તરફથી ઘેરી લીધી હતી ત્યારે તેને અગાઉથી જાણ થઈ ગઈ હતી અને પકડાય તે પહેલા જ તેણે પુરાવાનો નાશ કરવાનું શરૂ કરી દીધું હતું. પુરાવાનો નાશ કરવા તેણે બોટમાં આગ લગાડી દીધી હતી.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....