અજય શીલુ,ઝી મિડીયા, પોરબંદર: ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતે (India) મેળવેલ વિજયને આગામી 16 ડિસેમ્બરના રોજ 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ચાલો જોઈએ આ યુદ્ધમાં અદભૂત શૌર્ય દાખવી શહીદી વહોરનારા પોરબંદરના મોઢવાડા (Modhvada) ગામના પનોતા પુત્ર અને જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) ના છામ્બ મોરચેમાં ભોમ માટે શહીદ થનાર નાગાર્જુન સિસોદિયાના પરાક્રમની કહાની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહીદ વીર નાગાર્જુન સિસોદિયા (Nagarjun Sisodiya) પોરબંદરના મોઢવાડા ગામના તેજસ્વી યુવાન હતા.પોરબંદરના બરડા પંથકના મોઢવાડા ખાતે ઈસ.1950 માં જન્મેલા નાગાર્જુન સિસોદિયા ત્રણ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હતા.પહેલેથી જ દેશપ્રેમની ઉમદા ભાવના હોવાથી નાની વયે જ તેઓ મીલટરીમાં જોડાયા હતા.માત્ર 21 વર્ષની ઉંમરે મીલીટરી અકાદમીના પોસ્ટ ગ્રેજ્યુએટ બની થ્રી ફોર ગુરખા રેજીમેન્ટના સેકન્ડ લેફ્ટનન્ટની ક્લાસ વનની પદવી મેળવી હતી અને ત્યાર બાદ ઈસ.1971માં પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધના યુદ્ધમાં જમ્મુ કાશ્મીરના છામ્બ મોરચે ખેલાયેલા ભીષણ યુદ્ધમાં અતિ મહત્વની કામગીરી બજાવી હતી.  

Jail Bhajiya House ને મળશે હેરિટેજ લુક સાથે 5 સ્ટાર હોટલ, આવો હશે કોન્સેપ્ટ


કાશ્મીરને હડપી લેવાની મેલી મુરાદને સફળ નહીં થવા દઈને છામ્બમાં પ્રવેશેલ પાકિસ્તાની (Pakistan) ઓને હંફાવવાની વિરતા નાગાર્જુન સિસોદીયા (Nagarjun Sisodiya) એ બતાવી હતી.13 ડિસેમ્બર 1971 ના રોજ શહીદ જવા મર્દ નાગાર્જુન સિસોદીયા (Nagarjun Sisodiya) એ દુશમનના પ્લાનની રજે-રજની જાણકારી મેળવી જ્યારે તેમની છાવણીમા પરત ફરી રહ્યા હતા. તે સમયે દુશમનોને તે વાતની જાણ થઈ જતા તેઓ પર મશીન ગન વડે ગોળીઓની વર્ષા કરવામાં આવી હતી અને તેમના શરીરને ચારણીની માફક વિધીં નાખવામાં આવ્યો હતો. 


આમ છતાં આ શહીદ નાગાર્જુન સિસોદીયા  (Nagarjun Sisodiya) એ ભારતની છાવણીમાં પરત ફરીને પાકિસ્તાની સેનાના પ્લાનની જાણકારી આપી હતી અને ત્યારબાદ માં ભોમને આખરી સલામ કર્યા હતા. દેશના આ જવામર્દનેની શહાદત વખતે તે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ શહિદના પરિવારજનોને પત્ર લખીને તેમની વીરતાને સલામી આપી હતી.

Viral Video: આ આમલેટ નહી પણ Fanta આમલેટ છે, સ્વાદ ચાખશો તો આંગળા ચાટી જશો


પોરબંદર (Porbandar) જ નહીં પરંતુ દેશના યુવાનો જેમની દેશભક્તિથી પ્રેરણા લઈ શકે તેવા શહીદ નાગાર્જુન સિસોદીયાની યાદમાં તેમના વતન મોઢવાડા ગામે તેમના નામ સાથે શાળા આવેલી છે. તો પોરબંદર નગરપાલિકા એ પણ એસ ટી ડેપો સામે અમર શહીદ વીર નાગાર્જુન સિસોદિયા  (Nagarjun Sisodiya) સ્મારકની સ્થાપના કરી છે. આજે આટલા વર્ષે પણ શહીદ નાગાર્જુનસિસોદીયા  (Nagarjun Sisodiya) મોઢવાડા ગામના દરેક યુવાઓ માટે આદર્શ છે અને આ ગામના આગેવાનો અને ગ્રામજનો આજે પણ એ વાતનું ગર્વ લે છે કે, દેશ માટે તેમણે જે પરાક્રમ દાખવ્યું છે અદભુત છે.


સેકન્ડ લેફ્ટનન્ટ જેવા ઉચ્ચ હોદ્દો ધરાવનાર અને યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી
આટલી નાની વયે માં ભોમ ખાતર પોતાના પ્રાણની આહુતિ આપનાર આ શહિદની શહાદતની કદર કરવામાં જાણે કે આપણી સરકાર ઉણી ઉતરી હોય તેમ આજ દિન સુધી આ શહિદને પરમવીર ચક્ર કે કોઈ પણ સન્માન આપવામાં આવ્યુ નથી તે પણ હકીકત છે. આમ છતાં તેમની શહાદતને આજે પણ આ વિસ્તારના લોકો ક્યારેય ભુલ્યા નથી અને જ્યારે આ વીર જવાનની વાત સામે આવે ત્યારે લોકો તેમની શહાદતને નમન કરતા જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube