Viral Video: આ આમલેટ નહી પણ Fanta આમલેટ છે, સ્વાદ ચાખશો તો આંગળા ચાટી જશો
આજે અમે તમારા માટે આમલેટની એક નવી રેસિપી લઇને આવ્યા છીએ, જેનું નામ છે 'ફેંટા આમલેટ'. ચોંકશો નહી આ કોઇ વિદેશી રેસિપી (Recipe) નથી પરંતુ સુરતની જાણિતી રેસિપી છે.
Trending Photos
સુરત: બ્રેડ અને આમલેટ (Omelette) ભારત જ નહી દુનિયાના લાખો લોકો દ્વારા દરરોજ નાસ્તામાં ખાવામાં આવે છે. તેમાં કોઇ બે મત નથી આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ હોય છે અને બનાવામાં ખૂબ સરળ પણ હોય છે. આ ઉપરાંત તે ખૂબ ઓછા સમયમાં ઝડપી બની જાય છે. તમારી પાસપાસ બેચલર લોકો જેમને જમવા બનાવવામાં આળસ આવે છે તે પણ નાશ્તાના રૂપમાં બ્રેડ આમલેટ જ ખાઇને દિવસ પસાર કરે છે.
જો તમને પણ આમલેટ (Omelette) પસંદ હોય તો આજે અમે તમારા માટે આમલેટની એક નવી રેસિપી લઇને આવ્યા છીએ, જેનું નામ છે 'ફેંટા આમલેટ'. ચોંકશો નહી આ કોઇ વિદેશી રેસિપી (Recipe) નથી પરંતુ સુરતની જાણિતી રેસિપી છે. સુરતની એક દુકાન પર ફેંટા આમલેટ (Fanta Omelette) ધડાધડ વેચાય છે. એટલું જ નહી લોકો તેને ખૂબ પસંદ પણ કરે છે.
NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ
ઇન્ટરનેટ પર વાયરલ થઇ ફેંટા આમલેટ
ઇન્ટરનેટ પર ફેંટા આમલેટ (Omelette) ની રેસિપી (Recipe) ખૂબ વાયરલ (Viral) થઇ રહી છે. એક ફૂડ બ્લોગરે પોતાની યૂટ્યૂબ ચેનલ (Yutube Channel) પર આ વીડિયોને અપલોડ કર્યો છે. આ વીડિયો (Video) ને અત્યાર સુધી 87 હજાર વ્યૂ મળી ચૂક્યા છે. એક ટ્વિટર યૂઝરે આ વીડિયોને શેર કરતાં તેના કેપ્શનમાં લખ્યું છે કે 'મા આવો મને લઇ જાવ તે ફેંટાની સાથે ઇંડા ફ્રાઇ કરી રહ્યા છે. આ વીડિયો (Video) માં ફેંટા આમલેટની રેસિપી બતાવવામાં આવી છે.
આટલા રૂપિયામાં માણો ફેંટા આમલેટની મજા
સામાન્ય રીતે આમલેટ 50 થી 60 રૂપિયામાં મળી જાય છે, પરંતુ આ ફેંટા આમલેટ (Fanta Omelette) છે તો તેની કિંમત પણ વધુ છે. માત્ર 250 રૂપિયાના ખર્ચે તમે આ ફેંટા આમલેટ (Fanta Omelette) ની મજા માણી શકો છો.
ફેંટા આમલેટની કિંમતથી ખુશ નથી કેટલાક યૂઝર્સ
સુરત (Surat) ના લોકો ભલે આ આમલેટ માટે ખુશી ખુશી 250 રૂપિયા આપી રહ્યા હોય, પરંતુ કેટલાક યૂઝર્સ આ ફેંટા આમલેટ (Fanta Omelette) ની આ કિંમતથી ખુશ નથી. એક યૂઝરે લહ્ક્યું- આ વ્યક્તિ આ ડિશમાં કાર્બોનેટથી બનેલ પેય જળ મિક્સ કરી રહ્યો છે, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય છે અને એક મીઠું પાણી રહી જાય છે. આ આમલેટને એક ચટપટી પ્રકૃતિ આપવામાં આવે છે. આ ફેંટા એક બેકિંગ સોડા (Soda) ની માફક છે. ખબર પડતી નથી કે લોકો તેના માટે કેમ 250 રૂપિયા આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે