Porbandar: આ ઐતિહાસિક સરકારી શાળા પ્રત્યે તંત્રનું ઘોર ઉદાસીન વલણ
સરકાર દ્રારા આ વર્ષે બજેટમાં રાજ્યની ઐતિહાસિક અને વિશેષ સ્થાપત્ય ધરાવતી મહત્વની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ માટે રુપિયા 25 કરોડની ફાળવણી કરી છે. ત્યારે પોરબંદર શહેરના મધ્યે આવેલી 85 વર્ષ કરતા વધારે જુની મિડલ સ્કૂલ તેના શિક્ષણ અને અલભ્ય કોતરણી માટે એક સમયે પોરબંદર શહેરની શાન ગણાતી હતી. આજે આ સ્કૂલ ખંઢેર અને દયનિય સ્થિતિને જોઈને શહેરીજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
અજય શીલુ/પોરબંદર : સરકાર દ્રારા આ વર્ષે બજેટમાં રાજ્યની ઐતિહાસિક અને વિશેષ સ્થાપત્ય ધરાવતી મહત્વની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ માટે રુપિયા 25 કરોડની ફાળવણી કરી છે. ત્યારે પોરબંદર શહેરના મધ્યે આવેલી 85 વર્ષ કરતા વધારે જુની મિડલ સ્કૂલ તેના શિક્ષણ અને અલભ્ય કોતરણી માટે એક સમયે પોરબંદર શહેરની શાન ગણાતી હતી. આજે આ સ્કૂલ ખંઢેર અને દયનિય સ્થિતિને જોઈને શહેરીજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
Bhavnagar: આ આખા ગામમાં અનેક દિવસથી પાણી નહી, લોકો મારી રહ્યા છે વલખા
પોરબંદર શહેરમાં એક તરફ સારી શૈક્ષણિક સંસ્થાઓના અભાવને કારણે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોના સારા અભ્યાસ માટે તેઓને મહાનગરોમાં મોકલી રહ્યા છે.બીજી તરફ શહેરના ઘરેણા સમાન મિડલ સ્કૂલ કે જ્યા ધોરણ 1થી10 સુધીનો અભ્યાસ થતો તે સ્કૂલ છેલ્લા 14 વર્ષથી એવુ કારણ આપી બંધ કરી દેવામાં આવી છે કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઘટ જોવા મળતી હતી. શહેરમાં શિક્ષણનું સ્તર વધે તે માટે રાજાશાહી વખતે 1937માં સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ સ્કૂલને એજન્ટ ટુ ગવર્નર જનરલના હોદ્દા પર રહેલ સર હેન્કોકની સ્મૃતિમાં હેન્કોક મેમોરીયલ મિડલ સ્કૂલ નામ આપવામાં આવ્યુ હતુ. પોરબંદર શહેરના હજારો વિદ્યાર્થીઓ જ્યાથી શિક્ષણ મળ્યુ છે જે સ્કૂલમાંથી અભ્યાસ કરીને આજે અનેક વિદ્યાર્થીઓએ અલગ-અલગ ક્ષેત્રમાં આગળ વધ્યા છે, તે સ્કૂલની આ પ્રકારની અવદશા જોઈને શહેરીજનો દુખ અનુભવી રહ્યા છે.
શા માટે ઇકો કારના સાયલેન્સરની થાય છે ચોરી? કારણ જાણીને માથુ ચકરાઇ જશે
છેલ્લા 14 વર્ષથી આ બિલ્ડિંગનો કોઈ પણ પ્રકારનો રખરખાવ નહી થયો હોવાથી આજે સ્કૂલનો દરવાજો ખુલ્લો છે તો એક સમયે જે શાળાના ઓરડાઓમાં બાળકો અભ્યાસ કરતા હતા તે ઓરાડા ખુલ્લા પડ્યા છે ત્યા આજે કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.વિશાળ મેદાન અને સુવિધાઓથી સજ્જ આ સ્કૂલની દયનિય સ્થિતિને જોઈને શહેરીજનો દુખી જોવા મળી રહ્યા છે.શહેરીજનો દ્રારા માંગ કરવામા આવી છે કે,વહેલી તકે આ ભવ્ય સ્કૂલની જાળવણી કરીને તે ફરી શરુ થાય તે માટે સરકાર દ્વારા કાર્ય કરવામાં આવે.
સુરતમાં લૉકડાઉન પહેલાંનું પગલું? સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી
પોરબંદરમાં છેલ્લા 14 વર્ષથી બંધ પડેલી આ સ્કૂલની હાલમાં જે દયનિય સ્થિતિ છે તે અંગે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીને પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,જે તે સમયે 2007-08માં આ સ્કૂલને પુરતા વિદ્યાર્થીઓ નહી મળતા બંધ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વર્ષ 2017ના રોજ આ બંધ પડેલી સ્કૂલમાં સરકાર દ્વારા ઈંગ્લિશ મિડયમ સ્કૂલ શરુ કરવામાં આવે તે માટેની દરખાસ્ત મોકલી આપી છે.આટલા વર્ષોથી બંધ હોવાના કારણે આ જે રીતે ચારે તરફ ગંદકી અને કચરાના ગંજ જોવા મળી રહ્યા છે આ જગ્યા પર અસામાજીક તત્વોનો અડ્ડો ન બને તે માટે શુ કાર્યવાહી કરવામાં આવશે તે અંગે પુછવામાં આવતા તેઓએ એવુ જણાવ્યુ હતુ કે,સાર સંભાળની જરુરીયાત રહેશે તે માટે જે-તે વિભાગને યોગ્ય કાર્યવાહી માટે પત્ર લખી રજૂઆત કરવામા આવશે.
Junagadh: બાહુબલી જેટલુ હાથથી ઉપાડતો એટલું તો આ યુવાન મોઢાથી ઉપાડી લે છે
રાજ્ય સરકાર દ્વારા એક તરફ ગતીશીલ ગુજરાત અને હેરીટેજ બિલ્ડિંગોને સાચવવાની વાતો કરવામાં આવી રહી છે,બીજી તરફ પોરબંદર શહેરની આ સરકારી સ્કૂલ કે જ્યા મોટાભાગે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ ઓછા વિદ્યાર્થીઓનું બહાનુ બતાવીને બંધ કરી દેવાઈ છે,આ સ્કૂલને બંધ કરવાને બદલે ફરીથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવતા થાય અને આ ભવ્ય સ્કૂલમાં ફરી શિક્ષણ કાર્ય શરુ થાય તે માટે સરકાર દ્રારા પ્રયાસ કરવો જોઈએ તેવુ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube