Bhavnagar: આ આખા ગામમાં અનેક દિવસથી પાણી નહી, લોકો મારી રહ્યા છે વલખા
Trending Photos
* ભાવનગર તાલુકાના સનેસ ગામમાં પાણી સમસ્યા
* છેલ્લા ઘણા દિવસોથી નથી આવતું ગામમાં પાણી
* મહી પરીએજ લાઈનમાં ખોટકો સર્જાતા લોકો તરસ્યા રહ્યા
* બે કિલોમીટર દૂર જવું પડે છે પીવાનું પાણી મેળવવા
* માલઢોર જેમાંથી પાણી પીવે એવા તળાવ માથી પાણી પી રહ્યા છે લોકો
ભાવનગર : જિલ્લાના સૂકાભઠ્ઠ ખાર સમાન ભાલ પંથકમાં આવેલું ભાવનગર તાલુકાનું સનેસ ગામ પાણી વગર ટળવળી રહ્યું છે, છેલ્લા કેટલાય દિવસોથી સનેસ ગામ ના લોકો પાણી વગર વલખાં મારી રહ્યા છે, મહી પરીએજ લાઈનમાં કોઈ ખામી સર્જાતા લાંબા સમયથી પાણી ના આવ્યું હોય લોકોને મજબૂરીમાં માલઢોર જેમાંથી પાણી પીતા હોય એવા તળાવ માથી પાણી મેળવી તરસ બુઝાવવા ની ફરજ પડી રહી છે.
ભાવનગર તાલુકાનું છેવાડાના ગણાતા સનેશ ગામ માં મહી પરિયેજ યોજના અંતર્ગત પાણી પહોંચાડવા માં આવે છે, પરંતુ પાણીની લાઈન માં કોઈ સમસ્યા સર્જાઈ હોવાથી સનેસ ગામના લોકો ને પીવાનું પાણી નથી મળી રહ્યું, લાંબા સમયથી પાણી ના આવતું હોવાથી પાણી પુરવઠા વિભાગ ને પણ જાણ કરવા માં આવી હતી, પરંતુ જાણે તંત્ર ના પેટનું પાણી પણ ન હલતું હોય તેમ લાગી રહ્યું છે, કારણકે પાણી ના આવતું હોવાથી લોકો તળાવનું ગંદુ પાણી પીને પોતાની તરસ છીપાવવા મજબૂર બન્યા છે.
સનેશ ગામમાં રજવાડા સમયમાં પાણી માટે મોટો ટાંકો બનાવવામાં આવ્યો હતો પરંતુ સમય જતાં તે જર્જરિત બની જતા ૨૦ વર્ષ પૂર્વે તંત્ર દ્વારા પાણી ના નવા ટાંકા નું નિર્માણ કરવામાં આવ્યું હતું, થોડા વર્ષો સુધી પાણી સપ્લાય ચાલુ રહ્યા બાદ સનેષ ગામને વલભીપુરમાં થી મહી પરીએજ આધારિત લાઈન માથી પાણી નો સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી મહી પરીએજ લાઈનમાં કોઈ ખામી સર્જાતા સનેસ ગામના લોકો ને પીવાનું પાણી નથી મળી રહ્યું, ભર ઉનાળે પાણીની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
કોરોના કાળમાં લોકોની સ્થિતિ કથળી ગઈ છે, તેમજ ધંધા રોજગાર પર પણ ખૂબ માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે જે લોકો સક્ષમ હોય તેવા લોકો દૂર દૂરથી પાણી લાવી જરૂરિયાત પૂરી કરી રહ્યા છે પરંતુ જેની સ્થિતિ સારી ન હોય અને ઉંમર પણ વીતી ગઈ હોય તેવી વૃદ્ધ મહિલાઓ ને પાણી મેળવવા બે કિમી દૂર સુધી જવું પડે છે અને જ્યાં માલઢોર પાણી પીતા હોય એવા તળાવ માથી પાણી લાવી પાણીની જરૂરીયાત પુરી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે