અમદાવાદ : રાજ્ય સરકારે શિક્ષકોનાં હિતમાં આજે વધારે એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેના પગલે નવી નિમણુંક પામનારાઓને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી નહી પડે. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં આશરે 70 હજાર જેટલા શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો મોતીની ખેતી કરીને કમાય છે કરોડો, તમે પણ મહિને છ આંકડામાં કરો કમાણી!

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંર ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહી. શિક્ષણમંત્રીએ આ અંગે જણાવ્યું કે, બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીકૃત રીતે મેરીટનાં આધારે થશે. સરકારી અને માધ્મયમીક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ડેટ શાળાઓ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાટ, લાયકાત ઉચ્ચતર માધ્યમિકમાં નિમણુંક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ નહી હોવાના કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામત રહેતા હતા. જેની અસર શિક્ષણ કાર્ય પર થતી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


IPL માં બોલર તરીકે જોડાવાની તક, VIRAT KOHLI શોધી રહ્યો છે ગુજરાતી બોલર

આ નિર્ણયના કારણે ખાલી પડેલી જગ્યાઓ પર નવેસરથી નિમણુંક કરવાના બદલે ફાજલ પડેલા શિક્ષકોની નિમણુંક કરવામાં આવશે. જેથી ભરતી પ્રક્રિયાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાય. આ ઉપરાંત તૈયાર અને અનુભવી શિક્ષકોને કામ આપી શકાય. શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળે અને તેનો સીધો જ ફાયદો વિદ્યાર્થીઓ સુધી પહોંચે. શિક્ષણ ગુણવત્તામાં પણ સુધારો કરી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube