ગુજરાતના ખેડૂતો મોતીની ખેતી કરીને કમાય છે કરોડો, તમે પણ મહિને છ આંકડામાં કરો કમાણી!

 આત્મનિર્ભર ભારતમાં તમે હવે ખરેખર આત્મનિર્ભર થઈ શકો એવી હજારો તક રહેલી છે.  હાલના સમયમાં ઓછા રોકાણમાં કમાવાની ઉજળી તક આપતો કારોબાર છે મોતીની ખેતીનો. જો તમે બરાબર તાલીમ લો અને તમારામાં ધીરજ હોય તો પછી તમે ઢગલો કમાઈ શકો છો.

ગુજરાતના ખેડૂતો મોતીની ખેતી કરીને કમાય છે કરોડો, તમે પણ મહિને છ આંકડામાં કરો કમાણી!

કુંતલ સોલંકી, અમદાવાદઃ મોતીની ખેતીમાં એ આજના યુગમાં ઓછા રોકાણમાં મબલખ કમાણી કરાવી આપતો બિઝનેસ આઈડિયા છે. જો કે આ આઈડિયામાં તમને સમય અને સ્કીલ બંનેની જરૂર પડશે પણ એ એટલું મુશ્કેલ નથી. વિચારો તમે માત્ર 2 લાખના રોકાણમાં મહિને એકાદ લાખ જેવું કમાઇ શકો તો? હા પણ એ માટે તમારે શરૂઆતમાં દોઢેક વર્ષ જેવી મહેનત કરવી પડશે. ક્વોલિટીના હિસાબે માર્કેટમાં મોતીની કિંમત 250થી માંડીને 15 હજાર રૂપિયા સુધીની હોય છે.
moticover.gif
ગુજરાતના ખેડૂતો અવનવી ખેતી કરવામાં માહેર છે. ગુજરાતના દરિયાકિનારે માછીમારીનો વ્યવસાય અર્થતંત્રમાં સારો ભાગ ભજવે છે. તો બીજી તરફ હવે ખેડૂતો કૃત્રિમ તળાવમાં ઝીંગા, માછલી અને મોતીની ખેતી પણ કરતા થયા છે. ગુજરાતના બે શહેરો સુરત અને હવે અમદાવાદમાં પણ મોતીની ખેતી શરુ થઈ છે. આ બંને જિલ્લાના ખેડૂતોએ સરકારી સહાય અને સારી સૂઝબૂઝથી મોતીની ખેતી કરવાનું શરુ કર્યું છે. આ ખેતીના કારણે દેશમાં જે 70 ટકા મોતી આયાત થાય છે તેમાંથી 28 ટકા આયાત માત્ર ગુજરાતમાં જ થાય છે. એટલે ચોક્કસથી ગુજરાતના ખેડૂતો રાષ્ટ્રીય જ નહીં વૈશ્વિક ફલક પર નામના કરતા ઝઈ રહ્યાં છે એવું કહેવામાં કંઈક જ ખોટું નથી.

ભારતમાં ત્રણ પકારના છિપની સારી માગ
છિપના પાવડરમાંથી બનાવેલા કૃત્રિ પાવડરમાંથી જ કૃત્રિમ છિપલામાં બીજ ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. બીજ કેલ્શિયમનું લિક્વિડ છોડે છે જેનાથી એક વર્ષમાં બે મોતી તૈયાર થાય છે. ભારતમાં કોરિઓલિસ, માર્જિનલિસ અને ઓએસ્ટર, ગંગાના વહેતા પાણીમાં થતાં કોરિઓલિસ છિપની ક્વોલિટી સૌથી ઉત્તર માનવામાં આવે છે.
moti1.gif
કેવી રીતે થાય છે મોતીની ખેતી?
સમુદ્રી પાણીમાં જે રીતે કુદરતી મોતી તૈયાર થાય છે. એ જ પેટર્નથી મોતીની ખેતી થાય છે. તમે કોઈ તળાવમાં અથવા એકાદ હજાર સ્કેવર ફૂટમાં કૃત્રિમ તળાવ બનાવીને પણ મોતીની ખેતી કરી શકો છો. જળસ્ત્રોત બનાવ્યાં પછી માર્કેટ અથવા માછલી ઘરમાંથી છિપ ખરીદવા પડશે. યોગ્ય ગુણવત્તાની છિપ દોઢ રૂપિયાથી માંડીને પાંચેક રૂપિયામાં નંગ મળી રહે છે. ત્યારબાદ બે-ત્રણ દિવસ છિપને તળાવમાં રાખવાના હોય છે. જેનાથી છિપની માંસપેશી ઢીલી પડી જાય છે. જેથી સરળતાથી સર્જરી થઇ શકે છે. પછી એક્સપર્ટની મદદ લઇ છિપની સર્જરી કરી તેની અંદર જે ડિઝાઇનના મોતીની જરૂર છે તેની ફ્રેમ નાખી દો. ત્યારબાદ નાયલોનની બેગમાં છિપને પાણીથી ભરી મોટા વાસણમાં 10 દિવસ માટે મૂકી દો. તે પાણીમાં એન્ટીબાયોટિક પણ મિક્ષ કરી લેવું. તે સમયે દરરોજ છિપની તપાસ કરવામાં આવે છે કે મોતી મરી તો નથી ગયાને.

10 દિવસ બાદ તળાવમાં નાખો છિપ
10 દિવસ એન્ટીબાયોટિકવાળા પાણીમાં રહ્યા બાદ છિપમાં જીવીત બચેલા મોતીને તળાવમાં નાખી દો. આ છિપોને નાયલોનની બેગમાં રાખીને (1 બેગમાં 2 છિપ) વાંસ અથવા પાઇપના સહારે તળાવમાં 1 મીટર ઉંડા પાણીમાં લટકાવી દો. ધ્યાન રાખવું કે કોઇપણ છિપ એવી ના રહી જાય જે વાંસમાં લટકેલી જોવા છતા સંપૂર્ણ રીતે પાણીમાં ના હોય. વચ્ચે-વચ્ચે ઓર્ગેનિક ખાતર તળાવમાં નાખતા રહો. તેનાથી છિપની હેલ્થ સારી રહે છે અને છિપની અંદર મોતી બનવાની પ્રોસેસ પણ ઝડપથી થવા લાગે છે. અંદાજિત દોઢ વર્ષ બાદ બધીજ છિપને બહાર કાઢી લો તેમાં તૈયાર હશે તમને લાખોની કમાણી કરાવનારા મોતી.

છ આંકડામાં કમાણીની છે તક
સરેરાશ 250થી 500 રૂપિયા પ્રતિ મોતી વેચાય છે. બીજી તરફ જો તમે જાતે જ આ મોતી બજારમાં વેચો છો તો તેની કિંમત 600થી 800 રૂપિયા સુધીની થઇ જાય છે. દેશમાં આ મોતીઓની સૌથી વધારે ખરીદી અમદાવાદ, મુંબઇ, બેંગલુરુ, હૈદરાબાદ, સુરત સહિત અન્ય મહાનગરોમાં થાય છે. કેટલાક હાઇ ક્વોલિટીના મોતી માટે 2000થી 15000 સુધી પણ મળી જાય છે. મોતીની ખેતીના 2-4 ટકા હાઇ ક્વોલિટીના મોતી તૈયાર થાય છે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં 12થી 15 મહિનામાં મોતી તૈયાર થાય છે. ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં 18 મહિનામાં તૈયાર થાય છે. જે સારું વળતર પણ આપે છે.

તાલીમ લો, કમાઓ અને સબસિડી પણ લો!
મોતી માટે તાલીમ ક્યાંથી લેશો તો જુઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રીસર્ચની CIAF વિંગ એટલે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફ્રેશવોટર એક્વાકલ્ચર મોતીની ખેતી માટે ફ્રીમાં ટ્રેનિંગ આપે છે. 15 દિવસની આ ટ્રેનિંગ ભુવનેશ્વરના સમુદ્ર કિનારે થાય છે. જેમા સર્જરી સહિતની સંપૂર્ણ પ્રોસેસની ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ ટ્રેનિંગ લેવા માંગતા હોય તેમણે આ નંબર 0674 - 2465421, 2465446 પર સંપર્ક કરવાનો રહેશે. સરકાર મોતીની ખેતી માટે લોન પણ આપે છે. કોર્મર્શિયલ બેન્ક 15 વર્ષ માટે સ્પેશિયલ ઇન્ટ્રેસ્ટ રેટ પર લોન આપે છે. સાથે કેન્દ્ર સરકાર તરફથી સબ્સિડીની યોજનાઓ પણ સમય-સમય પર જાહેર કરવામાં આવે છે. છે ને એક મસ્ત મજાની તક.


મોતીનું છે કરોડો રૂપિયાનું માર્કેટ
મોતીનું વૈશ્વિક બજાર અંદાજિત 15થી 18 કરોડનું છે. દેશમાં દર વર્ષે અડધો અબજ રૂપિયાના મોતી આયાત કરાય છે. તો સામે દેશમાંથી વર્ષે એકાદ અબજના મોતી નિકાસ પણ થાય છે. ત્યારે આ કરોડો રૂપિયાના બજારમાં તમારા માટે સુંદર તક રહેલી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news