રવિ અગ્રવાલ, વડોદરા :  વડોદરા (Vadodara)ના નવલખી (Navlakhi) ગ્રાઉન્ડમાં 14 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચરનાર 2 નરાધમોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 10 દિવસની આકરી મહેનત પછી ઝડપી પાડ્યા હતા. આ બંને જશા સોલંકી અને કિશન માથાસુરિયા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા અને બંને દેવીપુજક સમુદાયના છે. બે પૈકી એક તરસાલી માર્કેટ પાસે અને બીજો સુશેન બ્રિજ પાસે રહેતો હતો. વડોદરા શહેર પોલીસની 30થી વધુ ટીમોએ બંને નરાધમોને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલા આરોપીઓ મૂળ રાજકોટ અને આણંદના હોવાનું બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લીમાં દીકરીઓએ બજાવ્યો પુત્ર ધર્મ, સમાજ માટે બની મોટું ઉદાહરણ


હવે નવલખી મેદાન સામુહિક દુષ્કર્મ મામલામાં નવો વળાંક આવ્યો છે. હવે ગેંગરેપના બંને આરોપીઓનો પોટેન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેના અમદાવાદ સિવિલ ખાતે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેસ સાથે સંકળાયેલા મેડિકો લીગલ ઓફિસરે પ્રથમ તપાસ વખતે જણાવ્યું હતું કે, બંને આરોપીઓની મેડિકલ તપાસ માટે લોહી, લાળ, શરીરના વાળ અને નખના નમૂના લેવાયા હતા. જશો નામના આરોપીના સ્પર્મ ટેસ્ટ લેવાયા હતા પણ કિશનના સ્પર્મ ટેસ્ટ લઇ શકાયા ન હતા. નમૂના સીલ કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને આરોપીઓએ સગીરાને બચકા ભર્યા હોવાથી તેમના દાંતના નમૂના અને માપ પણ લેવાયા હતા.  


શું છે પોટેન્સી ટેસ્ટ?
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજ વડોદરા રેપકેસના બંને નરાધમો સેક્સ માટે સક્ષમ છે કે કેમ તે માટેનો પોટેન્સી ટેસ્ટ રેપ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થતો હોવાના કારણે બંનેને અમદાવાદ લઇ જવાયા હતા. અહીં તેમનો પોટેન્સી ટેસ્ટ કરાયો હતો અને આ માટે સિવિલમાં ચાર કલાક સુધી ટેસ્ટની કાર્યવાહી કરાઇ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે નવલખી ગેંગરેપના આરોપીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકીના નોક્ચર્નલ પીનાઇલ ટ્યુમિશન ટેસ્ટ મશીનના અભાવે નહીં થઇ શકતાં શુક્રવારે બંનેના પોટેન્સી ટેસ્ટ કરવા અમદાવાદ સિવિલમાં લઇ જવાયા હતાં. બંનેને પાપાવરીનનું ઇન્જેકશન આપી પૌરુષત્વનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હતું. 


સિંગતેલની કિંમતમાં ફરી વધારો, ડબ્બાના ભાવમાં ભયંકર વધારો


શું છે ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા સ્પેશિયલ CP અજય તોમરે માહિતી આપી હતી કે ''28મી નવેમ્બરે ગુરુવારે રાત્રે યાકુતપુરાની 14 વર્ષની સગીરા ગુરુવારે રાત્રે તેના 15 વર્ષના મંગેતર સાથે એક્ટિવા પર નવલખી ગ્રાઉન્ડમાં ગઇ હતી. એેક્ટિવા પર બેઠેલા મંગેતરને પોલીસના સ્વાંગમાં આવેલા 2 નરાધમોએ ફટકારી સગીરાને ખેંચીને ઝાડીમાં લઇ ગયા હતાં અને પાશવી રીતે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાના ઉકેલ માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ પણ લેવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સાથે મળીને કામ કર્યું છે. આ તપાસ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી ફુટેજ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને તમામ રિસોર્સ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખુબ મહેનત કરવામાં આવી. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરીમાં પણ સંડોવાયેલા છે. તેમની તપાસ દરમિયાન બીજા ગુનાની પણ માહિતી મળી શકે છે.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...