વડોદરા

Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 
 

Jun 29, 2020, 07:33 PM IST

વડોદરામાં આજે નવા 50 કેસ નોંધાયા, 3 લોકોના મૃત્યુ

વડોદરામાં કોરોના વાયરસના નવા 50 કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2228 પર પહોંચી ગઈ છે. 
 

Jun 29, 2020, 05:45 PM IST

વડોદરા: ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી

 વડોદરા ફતેહગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી બી ગોહિલની રાતોરાત બદલી કરી નાખવામાં આવી છે. તેલંગણાના વૃદ્ધનો કાંડ નડ્યો.  વૃદ્ધ શેખ બાબુને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ 6 મહિનાથી કોઈ પત્તો નથી. 

Jun 29, 2020, 09:09 AM IST

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 624 કેસ, 19 મૃત્યુ

રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31 હજાર 397 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 1809 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 22808 લોકો સાજા પણ થયા છે. 

Jun 28, 2020, 07:14 PM IST

કોરોના અનલૉકઃ વડોદરામાં નવા 44 તો વલસાડમાં નવા 15 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોએ તંત્ર તથા લોકોની ચિંતા વધારી છે. રાજ્યના મેટ્રો શહેરોની સાથે અન્ય જિલ્લામાં પણ સતત સંક્રમણ વધી રહ્યું છે. 

Jun 28, 2020, 05:45 PM IST

વડોદરામાં જમીન વિવાદને લઇ ભાજપ કોર્પોરેટર ફરી આવ્યા વિવાદમાં

વડોદરામાં ભાજપના કોર્પોરેટર જમીન વિવાદને લઇ ફરી વિવાદમાં આવ્યા છે. જમીન માલીક દ્વારા ભાજપ કોર્પોરેટર સામે ગેરકાયદે ઘુસવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇ જમીન માલિક અને ભાજપ કોર્પોરેટરના સાગરિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ આ જમીન વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.

Jun 27, 2020, 05:01 PM IST

ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત

ગુરૂવારે બંને ભાઇએ વડોદરા ક્રિકેટ એસોસિએશનના અંડર-19 ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ભાઇ મેદાનમાં જોવા મળ્યા હતા અને જૂનિયર ક્રિકેટર સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા.

Jun 26, 2020, 09:42 AM IST

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનને દાનમાં મળી 600 પીપીઈ કિટ, દર્દીઓની સંખ્યા 2 હજારને પાર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના ગુરૂવારે વધુ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2042 ઉપર પહોંચી ગઇ છે.

Jun 26, 2020, 08:59 AM IST

વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું

પોતાનું અંગત દેવું ચુકવવા માટે સાસુ સસરાને અંધારામાં રાખીને પુત્રવધુએ પોતાનાં ઘરેણા ગીરવે મુક્યા હતા. ત્યાર બાદ લૂંટની ફરિયાદનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટથી તપાસ કરતા ભાંગી પડેલી મહિલાએ દેવુ ચુકવવા માટે ઘરેણા ગીરવે મુલ્યા અને સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું કબુલ્યું હતું. જેના પગલે પોલીસ સહિત સમગ્ર પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. 

Jun 25, 2020, 09:09 PM IST

વડોદરા: કોંગ્રેસ નેતાના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પાદરામાં પણ કોર્પોરેટર દિલીપ વાળંદને કોરોના

જીવલેણ વાયરસ કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. વડોદરામાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત (Narendra Rawat) ના ડ્રાઈવરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. 

Jun 25, 2020, 07:53 AM IST

વડોદરા: વાઘોડિયામાં વીજળી પડતા મહિલા દાઝી, સારવાર મળે તે પહેલા મોત

વડોદરાના વાઘોડિયામાં એક મહિલા પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વીજળીથી દાઝેલી મહિલાને સરવાર માટે હોસ્પિટલ જતાં પહેલા જ મોત નિપજ્યું છે

Jun 24, 2020, 09:56 PM IST

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસના વિરામ બાદ વાતાવરણમાં અચનાક પલટો આવતા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે ગરમી અને બફારા વચ્ચે રાજ્યમાં વરસાદ થતા લોકોએ રાહત અનુભવી રહ્યાં છે.

Jun 24, 2020, 04:20 PM IST

સતત ભરતસિંહ સોલંકીના સંપર્કમાં રહેનાર કોંગ્રેસના ઉપ પ્રમુખ પણ કોરોનાની ઝપેટમાં

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા.

Jun 24, 2020, 11:00 AM IST

હરે રામ, હરે કૃષ્ણના નાદ સાથે વડોદરાના ઇસ્કોન મંદિર પરિસરમાં રથયાત્રા સંપન્ન

વડોદરા ના મેયર ડો જીગીશા બેન શેઠ, સાંસદ રંજનબેન દ્વારા  પહિંદ વિધિ બાદ રથ યાત્રાને પ્રસ્થાન કરાવવમાં આવી હતી. 
 

Jun 23, 2020, 11:33 PM IST

અમદાવાદમાં થોડી રાહત, છેલ્લા 24 કલાકમાં 230 કેસ, 381 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 24 કલાક દરમિયાન 300થી ઓછા કેસ નોંધાયા છે. 

Jun 23, 2020, 08:42 PM IST

Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 549 કેસ, 26 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 235 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. 

Jun 23, 2020, 07:44 PM IST

કચ્છમાં વધુ ચાર કેસ નોંધાયા, બીએસએફના જવાનો બન્યા કોરોનાનો શિકાર

આ ચાર નવા કેસની સાથે કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 119 પર પહોંચી છે. તો આજે બે દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

Jun 23, 2020, 07:04 PM IST

વડોદરામાં કોરોના વાયરસના નવા 42 કેસ નોંધાયા, 48 લોકો ડિસ્ચાર્જ

નવા કેસની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1953 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1303 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં આ મહામારીને લીધે અત્યાર સુધી 47 લોકોના મૃત્યુ થયા છે. 
 

Jun 23, 2020, 06:03 PM IST

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Jun 22, 2020, 03:06 PM IST

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.

Jun 22, 2020, 01:40 PM IST