Power of Tricolor: કોઈ દેશના રાષ્ટ્રધ્વજએ વિશ્વયુદ્ધ જેવા માહોલમાં પરાયા દેશની ભૂમિ પર નાગરિકોના-યુવાનોના જીવ બચાવ્યા હોય... એટલું જ નહીં આ ધ્વજએ માનપૂર્વક વિશ્વમાં પોતાનો પ્રભાવ વધાર્યો હોય તેવી જવલ્લે જ જોવા મળતી ઘટનાઓ પણ ભારતીય તિરંગાની શાનની સાક્ષી છે. યુક્રેનના યુદ્ધમાં ફસાયેલા ભારતીય યુવાનોના જીવન તિરંગાથી બચ્યાની ઘટનાઓ હજુ સાવ તાજી છે. ભારતીય તિરંગો કેટલો શક્તિશાળી છે તેનો અનુભવ રશિયા યુક્રેનયુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને થયો છે. વિદેશની ધરતી પર ચાલેલા ભીષણ યુદ્ધ વચ્ચે જિંદગી અને મૃત્યુ વચ્ચે બહુ ઝાઝુ અંતર નહોતું એ સમયે ઇન્ડિયન યૂથ માટે ભારતીય તિરંગો ‘વોરપ્રૂફ’ કવચ બનીને આવ્યો અને યુવાનોની જિંદગી બચાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે વિશ્વની મહાસત્તાઓ સહિત અન્ય દેશોએ પણ જોયું કે, ભારતીય તિરંગાનું સામર્થ્ય કેટલું છે. ભારતમાં હોય કે વિદેશમાં રહેતા એન.આર.આઇ્ઝ... તમામ ગર્વથી કહે છે કે, યે આન તિરંગા હૈ, યે શાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ, અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ, મેરી જાન તિરંગા હૈ... દેશવાસીઓમાં સ્વાભિમાનની, રાષ્ટ્રચેતના જગાડવાના અવસર સમાન હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભારતીય તિરંગાએ વિદેશની ભૂમિ ઉપર પણ પાથરેલા પ્રભાવની ઘટનાઓ તાજી થઈ છે અને લોકો તેને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરીને, તિરંગાનો પર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. 

આ ટેણિયો છે સાઉથનો સુપરસ્ટાર, બોલીવુડની હસીનાઓ પણ તેના પર છે ફીદા; તમે ઓળખ્યો?


એમ.બી.બીએસ.ના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી ઉદય ખૂંટ જણાવે છે કે, હમારી જાન તિરંગા હૈ - આ લાગણીઓ જન્મી હતી, જયારે હું અને મારા મિત્રો રશિયા-યુક્રેનના યુદ્ધમાં રોમાનિયા બોર્ડર પર ૯ દિવસ માટે ફસાઈ ગયા હતા. ભારત સરકારની સૂચના હતી કે ભારતીયો રાષ્ટ્રધ્વજનો સહારો લઈને રોમાનિયા, પોલેન્ડ કે હંગેરીની બોર્ડર સુધી પહોંચી જાય. અમે વિદ્યાર્થીઓ હોવાના નાતે કાગળ અને કલર અમારી પાસે હતા, જેમાંથી અમે રાષ્ટ્રધ્વજ બનાવ્યો અને બસની આગળ માનપૂર્વક રાખ્યો હતો. રાષ્ટ્રધ્વજ બનાવતી વખતે જીવનનો અદભૂત અનુભવ થયો હતો કે, આ માત્ર રંગો નથી પરંતુ આદી અનાદીકાળથી લઈને આજદિન સુધીમાં નિર્માણ પામેલા એક મહાન દેશનું પ્રતિનિધિત્વ છે. 


ઉદય કહે છે કે, મનમાં એમ હતું કે, આ ધ્વજ જોઈને યુક્રેનિયન હોય કે રશિયન તેઓના મનમાં ભારત દેશ પ્રત્યે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે, આપણા વ્યવહાર પ્રત્યે સારી લાગણીઓ હશે અને આપણા રાષ્ટ્રધ્વજને ઓળખીને બધા ભારતીયો સાથે સારો વ્યવહાર કરશે. આવા સમયે તિરંગો જ અમારા માટે વિશ્વાસ હતો અને તિરંગો જવરદાનરૂપ સાબિત થયો. ઉદયે વધુમાં કહ્યું કે, રોમાનિયા બોર્ડર સુધી પહોંચવામાં બે જગ્યાએ અમારી બસોને ઊભી રાખવામાં આવી હતી. એક વાર યુક્રેનિયન સૈનિકોએ અને એક વાર રશિયન સૈનિકોએ બસને ઊભી રાખી હતી. રાષ્ટ્રધ્વજ જોઈને પુછ્યું કે,ઈન્ડીયન્સ? અમે હા પાડી ત્યાર બાદ તુરંત જ અમને આગળ જવાની મંજૂરી આપી દીધી. 

‘હર ઘર તિરંગા અભિયાન’: માત્ર આટલા રૂપિયામાં રાષ્ટ્રધ્વજ આપશે ભારતીય ટપાલ વિભાગ


આ જોઈને હૈયું ગર્વથી બોલી ઉઠ્યું હતું કે, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા. અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તિરંગાની મદદથી અમે રોમાનિયન બોર્ડર સુધી પહોંચી શકીશુ. ત્યાંથી વડાપ્રધાન મોદીજીએ ચાલુ કરેલા ઓપરેશન ગંગા મારફતે અમને ભારત લાવવામાં આવ્યા હતા. આમ જોઈએ તો, વિદેશની ભૂમિ પર વસવાટ કરતા ઉદય ખૂંટ જેવા અનેક ભારતીય નાગરીકો માટે તિરંગો ખરેખર જીવન રક્ષક સાબિત થયો છે. જેના કારણે અન્ય દેશના નાગરીકોમાં તિંરગા પ્રત્યે માન સન્માનની લાગણીઓમાં વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube