પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર બાદ આજે ખાનગી હોસ્પિટલમાંથી અપાઇ રજા
પ્રદીપસિંહને થયેલું મોઢાનું કેન્સરના ઓપરેશનના 3 દિવસ બાદથી જ સામાન્ય હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં પણ આવ્યા હતા અને હાલ તેઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે
અતૃલ તિવારી, અમદાવાદ: રૂપાણી સરકારમાં ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત કેટલીક મહત્વની જવાબદારીઓ નિભાવવા સાથે સંસદીય બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, જેલ, ઊર્જા વિભાગની કામગીરી નિભાવતા પ્રદીપસિંહ જાડેજાને પોતાની વ્યસનની આદતના કારણે મોઢાનું કેન્સર થયું છે. મોઢામાં તકલીફ જણાતા પ્રાથમિક તબિબિ સૂચનને આધારે 26 નવેમ્બરે તેમનું HCG હોસ્પિટલમાં ઓપરેશન કરાયું હતું. 8 કલાકના ક્રિટિકલ ઓપરેશનમાં મોંઢામાં કેન્સરનો જે ભાગ હતો તેને દૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ HCG હોસ્પિટલમાં આઇસીસીયુમાં રાખવમાં આવ્યા હતા. ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને થયેલા મોઢાના કેન્સરની સારવાર બાદ બપોરે 3 કલાકે HCG હોસ્પિટલ ખાતેથી રજા અપાઈ છે.
વધુ વાંચો: પેપર લીક કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા, જાણો કઇ રીતે આન્સર સીટ પહોંચી ગુજરાત
ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને થયેલા મોઢાના કેન્સરની 11 દિવસ સુધી ચાલેલી લાંબી સારવાર બાદ બપોરે 3 કલાકે HCG હોસ્પિટલ ખાતેથી રજા અપાઈ છે. સર્જરી કરનાર ડોક્ટર કૌસ્તુભ પટેલના જણાવ્યા અનુસાર પ્રદીપસિંહને થયેલું મોઢાનું કેન્સર પુરે પૂરું નીકળી ગયું છે અને તેઓ ઓપરેશનના 3 દિવસ બાદથી જ સામાન્ય હલનચલન કરી શકે તેવી સ્થિતિમાં પણ આવ્યા હતા અને હાલ તેઓ સંપૂર્ણ સ્વાસ્થ્ય થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.