હિતલ પારેખ/ ગાંધીનગર: આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક યોજાયા બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથસિંહ પરમાર અને કિશોર કાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય સચિવ સાથે ગઇકાલે પ્રિમોન્સૂન એક્શન પ્લાનની તૈયારીની ચર્ચા કરી છે. 14 મિનાર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવી શક્યતા છે. 16 મેના રોજ પરિવર્તિત થાય તેવી સંભાવના છે. ટોટે તેનું નામ આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના કચ્છ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારોમાં અસર જોવા મળશે. ભૂતકાળમાં વાવાઝોડા સામે જે વ્યવસ્થાઓ કરી હતી તે વ્યવસ્થાઓ માટે અત્યારે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોવિડ કેર સેન્ટરમાં કરેલી કામગીરીને કારણે કોરોના મુક્ત ગામ માટે કામગીરી થઈ રહી છે. આજે ડિસ્ચાર્જ કેસની સંખ્યામાં વધારો થયો છે.


આ પણ વાંચો:- અંધશ્રદ્ધામાં અટક્યા લોકો, ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી


ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મારું શહેર કોરોના મુક્ત શહેર બને તે અભિયાન ચલાવવામાં આવશે. તેની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યું છે. લોકલ વેપારીઓ વેપાર ધંધા શરૂ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે તેઓને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અપીલ કરી છે કે 18 મી સુધી રાહ જોવે. 18 મી તારીખે પરિસ્થિતિની સમિક્ષા કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.


આ પણ વાંચો:- સુરતમાં વાયરસ ડબલ મ્યુટેડ થયો, 10 સેમ્પલમાં મળ્યું કોરોનાનું ગંભીર સ્વરૂપ


પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને 20 તારીખ સુધી લંબાવવામાં આવ્યું છે. ગામનું સંક્રમણ ગામમાં જ અટકે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાની હોસ્પિટલોનું ભાર પણ ઘટશે. જે ગામમાં સંક્રમણ વધારે હશે ત્યાં વધુ કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. બાકી દરેક ગામમાં એક કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવશે. જે દર્દીઓ ગંભીર હશે તે દર્દીઓ તાલુકા કે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે.


આ પણ વાંચો:- તમારું કોઈ ભાવનગરમાં રહેતુ હોય તો ખાસ આપો તેને આ સમાચાર


જયદ્રથસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, 248 તાલુકામાં 15 હજારથી વધુ કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા ગામમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. સરકારનો મેડિકલ સ્ટાફ ગામમાં આપે છે. 5638 દર્દીઓ અત્યારે ગામના કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યા છે જેમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને પ્રાથમિક શાળાના આચાર્યને સાથે રાખવામાં આવે છે.


આ પણ વાંચો:- કંપનીમાંથી કામ પતાવીને ઘરે ફરી રહેલા કર્મચારીઓની ગાડીને અકસ્માત, પાંચના મોત


રાજ્યકક્ષાના સ્વાસ્થ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, 7 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યુ આપવામાં આવ્યા છે. 175 એમ્બ્યુલન્સ 108 માં આવી છે. ઓક્સિજન માટેના પ્રયાસો સફળતાથી પૂરા કરવામાં આવ્યા છે. લોક ભાગીદારી કરીને તમામ સીએસસી સેન્ટરને ઓક્સિજન પ્લાન્ટ સાથે તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 348 સીએસસી સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. અત્યારે સર્વેની કામગીરી ચાલી રહી છે અને ઓક્સિજન પ્લાન્ટ બનાવતી કંપનીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube