ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં: પ્રદિપસિંહ જાડેજા
ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: ગુજરાતમાં શાંતિ, સલામતિ અને સુલેહ જાળવી નાગરિકોને સુરક્ષા પુરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. ત્યારે સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગૃહ રાજયમંત્રી જાડેજાએ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સુધારા વિધેયક રજૂ કરતા કહ્યુ કે, ગુજરાતે તમામ ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને બીજા રાજ્યો અનુકરણ કરે એ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉદ્દભવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સુચારૂ પરિસ્થિતિ જળવાઇ રહે અને ગુંડાના કૃત્યો જાહેર વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડી શકે જેથી ગુજરાત સરકારના વિકાસ પ્રયત્નોમાં ક્યારેય અવરોધ ઉભો ન થાય તે માટે હિંસા, ધમકી અને બળજબરી આચરીને કાયદાનું પાલન કરનાર નાગરીકોનું શોષણ કરતા ગુંડા તત્વોની અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે વૈધાનિક પગલું લેવાની ખાસ જરૂર હતી એટલે આ વિધેયક લાવવામા આવ્યુ છે.
આ પણ વાંચો:- Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 1372 કેસ નોંધાયા, 15 લોકોના મોત
ગાંધીના ગુજરાતમાં રાજયની સાડા છ કરોડ જનતા રાજયમાં પોતાને વધુ સુરક્ષિત અને સલામત મહેસૂસ કરી શકે એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ દેશના અન્ય કાયદાઓનો અભ્યાસ કરીને ગુજરાતમાં પણ આવો કાયદો અમલી બનાવવા વિચાર રજૂ કર્યો હતો. આ કાયદો સન્માનનીય ગૃહ સમક્ષ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૌરવવંતા નેતૃત્વ હેઠળ ગુજરાતની શાંતિ, સમૃધ્ધિ અને સલામતીનો જે વારસો આપણને સહુને પ્રાપ્ત થયો છે તેને જાળવી રાખી, ગરવી ગુજરાતની ભૂમિ ઉપર સાડા છ કરોડ ગુજરાતીઓની સામાજિક સમરસતા ક્યારેય ન ડહોળાય અને લોકો ભયમુક્ત રહે તથા ગુંડા-ટપોરીઓની શાન ઠેકાણે લાવવી એ આ કાયદો લાવવાનો ઉમદા હેતુ છે. ગુંડાઓના કારણે ગુજરાતનુ નામ બદનામ થાય એ અમારી સરકાર હરગીઝ ચલાવી લેવા માંગતી નથી.
આ પણ વાંચો:- બોગસ રિપોર્ટ બનાવવા મુદ્દે રાજ્યની તમામ ખાનગી લેબોરેટરી સામે તપાસના આદેશ
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત શાંત, સલામત અને સમૃધ્ધ બની રહે, કોઇ ગુંડા તત્વો ગુજરાત સામે આંખ ઉંચી ન કરે, કે ગુજરાતની વિકાસયાત્રાને રુંધે કે રોકે નહિ તેવા આશય સાથે અમારી સરકાર આ વિધેયક લાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વવાળી અમારી સરકાર ઇચ્છે છે કે આ કાયદા પછી “ગુંડાગીરી છોડો અથવા ગુજરાત છોડો” આ બે જ પરિસ્થિતિ બચે. જેમ ભગવાન શિવના ઉપાસકો ભગવાન શિવને ‘નિખિલ ભય હરમ’ના નામથી ઓળખે છે કે જે સમગ્ર બ્રહ્માંડના ભયને હરનાર છે તેવી જ રીતે આ કાયદો આ સન્માનનીય ગૃહમાં પસાર થવાથી સમગ્ર ગુજરાત રાજયના સીએમ વિજય રૂપાણી અને અમારી બી.જે.પી.ની સરકારને ‘ગુજરાતના ભયને હરનાર’ તરીકે ઓળખશે.
આ પણ વાંચો:- 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અમારુ લક્ષ્ય: CM રૂપાણી
મંત્રીએ ઉમેર્યુ કે, ગત દશકામાં દેશ અને રાજ્યની પોલીસ સામે આંતકવાદ અને કોમવાદ જેવા પડકારો હતા. અગાઉ કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં છાશવારે કોમી હિંસા અને Organized Crime જેવી બદીઓએ સમાજની શાંતિને ડહોળી નાંખી હતી. રાજ્યના વિવિધ નગરો ગુંડાઓના નામે ઓળખાતા હતા. નગરો તો ઠીક, પરંતુ નાના એરિયા પણ કોંગ્રેસના શાસનમાં ટપોરીઓના નામે ઓળખાતા હતા. રાજુ રિસાલદાર, લતીફ જેવા ગુંડાઓએ 1985માં સમગ્ર ગુજરાત રાજયને બાનમાં લીધું હતું.
આ પણ વાંચો:- અમદાવાદ કલેક્ટર કચેરીમાં કરાઈ ‘એક્ઝામ-સેલ’ની રચના, જાણો શું છે કારણ
કોંગ્રેસના શાસનમાં છાશવારે કરફ્યુની નવાઇ ન હતી. છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યે ઔધૌગિક, સામાજીક અને આર્થિક ક્ષેત્રમાં ઘણી સિધ્ધીઓ હાંસલ કરી હોવાથી દેશના અન્ય રાજ્યો GUJARAT MODEL તરીકે આપણને અનુસરે છે. એનું એક કારણ એ છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુનાનો દર ખૂબ ઓછો છે. National Crime Record Bureau(NCRB) ના વર્ષ 2018ના અધ્યતન આંકડાઓ પ્રમાણે ગુજરાત મહદ અંશે તમામ પ્રકારના ગંભીર ગુનાઓના પરિપ્રેક્ષ્યમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ ધરાવે છે અને તેનું સ્થાન સૌથી ઓછો ગુનાખોરી ધરાવતાં રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. તે માત્રને માત્ર અમારી રાજકિય દ્રઢ ઇચ્છા શક્તિને પરિણામે જ શક્ય બન્યુ છે.
આ પણ વાંચો:- વેસ્ટમાંથી બેસ્ટ: સુરત મહાનગર પાલિકા આ રીતે બનાવી રહ્યું છે ઓર્ગેનિક ખાતર
મંત્રીએ ગૃહમાં બિલ રજુ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, ગુજરાતમાં ક્રાઇમ તો હાલમાં પણ ઘણો ઓછો જ છે. સરકાર આ જે પગલાંઓ લઇ રહી છે, તે ક્રાઇમ વધુ છે એટલે નહિ, પરંતુ ક્રાઇમ હજુ પણ ઘટે, ગુજરાત વધુ શાંતિપ્રિય બને, માલ-મિલકતની સલામતી વધે, બહેનો-માતાઓની સુરક્ષામાં હજુ પણ વધુ વધારો થાય, ટૂંકમાં ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ જવાના અમારા આ પ્રયાસો છે અને તે માટે અમારી સરકારે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક નિર્ણાયક પગલાઓની હારમાળા સર્જી છે. એક નિશ્ચિત હેતુ તથા સમયબધ્ધ આયોજન સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
આ પણ વાંચો:- વડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર, કોગ્રેસ-ભાજપના કાઉન્સિલરો થયા સંક્રમિત
છેલ્લા 5 વર્ષમાં COPTPA Act, નશાબંધી અધિનિયમ, શસ્ત્ર સુધારા અધિનિયમ, GPID Act, PIT-NDPS Act, PMLA Act, ચેઇન સ્નેચીંગ અંગેની જોગવાઇ, ગૌમાંસ અને ગૌવંશ સબંધીત કાયદામાં સુધારો સહિતના કાયદાઓમાં ફેરફાર કરી કાયદાઓ વધુ કડક કર્યા છે, જેને પરિણામે ગુનાખોરી ઉપર અંકુશ આવ્યો છે. રાજ્ય સરકારે કાયદામાં સુધારાના માધ્યમથી હુક્કાબાર, PIT-NDPS અને આર્થિક છેતરપિંડી પ્રકારની પ્રવૃત્તિ તથા ચેઇન સ્નેચીંગ અને ગૌ-હત્યા જેવા ગુનાઓ ઉપર લગામ કસવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો:- સાંસદ દર્શના જરદોશે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી
તેમણે કહ્યું કે રાજ્યસેવક હોય તેવી કોઇ વ્યક્તિ ગુંડાને ગુનો કરવા પ્રેરીત કરે કે મદદ કરે અથવા ત્યારબાદ ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે, કાયદાકીય પગલાં ન લે અથવા આ સંબંધમાં કોઇ કોર્ટ અથવા તેના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવાનું ઇરાદાપૂર્વક ટાળે, તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજારથી વધુ નહિ તેટલા દંડ સહિત અથવા દંડ વિના, છ મહિનાથી વધુ નહિ તેટલી મુદતની કેદની સજાની જોગવાઇ કરાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર