વડોદરા : શહેરના બગલામુખી મંદિરનો ઢોંગી મહંત પ્રશાંત ઉપાધ્યાય ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. આ વખતે તો આ પંખડીએ પોતાના સેવકની સગીર પુત્રી જ પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગેરકાયદે જમીન પચાવી અને લોકો સાથે છેતરિંડી કરવાના કેસમાં આ ઢોંગી આમ પણ જેલની હવા ખાઈ રહ્યો છે. પોતાને મહંત ગણાવી આ શેતાન ભેખ ધારણ કરી નીકળ્યો તો છે પણ તેના આ ભેખની પાછળની વાસ્તવિકતા તેના રોજે રોજ સામે આવતા કારનામાથી બહાર આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 860 દર્દી, 1128 રિકવર થયા, 5 લોકોનાં નિપજ્યાં મોત


હાલ તો પ્રશાંત ઉપાધ્યાય જેલની હવા ખાઈ રહ્યો છે પણ તેની દુષ્કર્મના કેસમાં અનેક કલમો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. સગીરા હવે પુખ્ત વયની થઈ ગઈ છે. તેની સાથે વર્ષ 2015થી 2017 દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસને નોંધાવેલી ફરિયાદમાં 2015માં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતા બગલામુખી મંદિરમાં સેવક હતા અને મંદિરની સાફસફાઈ કરવા માટે અવારનવાર તે જતી હતી. પરંતુ મંદિરની ત્રણ સાધ્વીઓએ તેને ઢોંગીના અંગત કામ માટે પસંદ કરી રૂમમાં મોકલી અને બસ ત્યારથી આ ખેલ શરૂ થઈ ગયો. સદગુરુની કૃપા થઈ હોવાનું જણાવી બાથરૂમમાં ન્હાવા મોકલી, ન્હાઈને નિર્વસ્ત્ર થઈ આવવા કહ્યું હતું. 


[[{"fid":"290077","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(પોતાની જાતને ભગવાન ગણાવતો હતો ઢોંગી પ્રશાંત)


અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ


સગીરા બહાર આવતા તેનો વીડિયો ઉતારી દીધો હતો. સગીરાના મોઢામાંથી દુર્ગંધ આવતું હોવાનું કહી કેફી ગોળી આપી દીધી હોવાનો આરોપ મૂક્યા છે. સગીરા વેકેશન દરમિયાન અહીં રોકાઈ હતી ત્યારે તેના પર આ નરાધમે 10 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સગીરાએ પોતાના પરિવારને ત્યાં ન જવાનું કહ્યું અને 2017થી તેઓ બગલામુખી મંદિરે જતાં બંધ થયા. સમગ્ર ઘટના બની ત્યારે યુવતી સગીર હોવાના કારણે પોલિસે પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ પોસ્કો હેઠળનો ગુનો દાખલ કર્યો છે તેમજ પ્રશાંતની મદદ કરનાર ત્રણ અનુયાયી મહિલાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube