અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ

શહેરમાં જતા દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. લોકોમાં પોલીસનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

Updated By: Nov 1, 2020, 08:28 PM IST
અમદાવાદ : ઠક્કરનગરમાં ધોળા દિવસે અશોક ગોસ્વામી નામના વ્યક્તિ પર ગૌરવ ચૌહાણનું ફાયરિંગ
પ્રતિકાત્મક તસવીર

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં જતા દિવસે ગુનેગારો બેફામ બની રહ્યા છે. લોકોમાં પોલીસનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે બને છે. પોલીસ અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરનાં નારોલ નરોડા હાઇવે પર ઠક્કરબાપા નગર વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. સિદ્ધિ સેલ્સ નામની એક દુકાન પર ગાડીમાં આવેલા ચાર વ્યક્તિઓ દ્વારા અશોક ગોસ્વામી નામના શખ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ તમામ આરોપીઓ ગાડીમાં નાસી છુટ્યા હતા.

ધરમ કરતા ધાડ પડી: રોડ પર ચાલતી માથાકુટમાં વચ્ચે પડેલા યુવકની છરો મારી હત્યા

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફુટેજ કબ્જે લઇને તપાસ આદરવામાં આવી છે. આ ઉપરાંત ગાડીની ઓળખ પણ કરવામાં આવી છે. આસપાસનાં વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તલવાર દ્વારા સામ સામે માથાકુટ થઇ હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગ અંગત અદાવતમાં થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સિદ્ધિ વિનાયક કાર એસેસરીઝના શોરૂમની બહાર જ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગ ગૌરવ ચોહાણ નામના શખ્સ પર અશોક ગોસ્વામી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube