અજય શીલુ/પોરબંદર: લોકમેળાનું નામ પડતા જ સૌરાષ્ટ્રવાસીઓ ખુશ થઈ જતા હોય છે.તેમા પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદર જન્માષ્ટમીનો લોકમેળો સૌથી પ્રખ્યાત ગણાય છે.ત્યારે ચાલો જોઈએ ક્યારથી શરૂ થઈ રહ્યો છે. આ લોકમેળોને લઇને તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરવાસીઓને તહેવારોમાં જન્માષ્ટમીનો મેળો અતિપ્રિય છે. કારણ કે, આ લોકમેળામાં ખાણી પીણીથી લઈને વિવિધ રાઈડ્સ તેમજ અવનવા સાંસ્કુતિક કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોવાથી નાના મોટા સૌ કોઈ આ લોકમેળાની મોજ માણતા જોવા મળે છે. પોરબંદર નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષોથી જન્માષ્ટમીનો મેળો શહેરના વિશાળ ચોપાટી ગ્રાઉન્ડ પર યોજાઈ છે. જેમાં લાખો લોકો લોકમેળાની મજા માણતા હોય છે. દર વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો 5 દિવસનો યોજાઈ છે પરંતુ આ વર્ષે પોરબંદર જિલ્લામાં ઓછો વરસાદને પાણીની તંગીને ધ્યાને લઈ લોકમેળાને 4 દિવસનો યોજવાનું જ નક્કી કરાયુ છે. 


આગામી 23 ઓગષ્ટથી 26 ઓગષ્ટ સુધી ચાર દિવસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા લોકોના આરોગ્ય અને સુરક્ષાને લઈને જવાબદાર તંત્ર દ્વારા જરૂરી પગલાઓ ભરવામાં આવશે તેવુ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. પોરબંદર જન્માષ્ટમીના લોકમેળાને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી તેઓની સુરક્ષા પણ ખુબજ મહત્વની બની જાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


ડાયમંડ નગરી સુરતમાં જોવા મળી મંદીની અસર, 15 હજાર રત્નકલાકાર બન્યા બેરોજગાર


આ મેળામાં જેમાં 4 ડિવાયએસપી,6 પીઆઈ તેમજ 30 પીએસઆઈ તેમજ 300 જેટલા પોલીસ કર્મી સહીત 150 સીસીટીવી કેમેરાથી લોકમેળા પર વોચ રાખવામાં આવશે. તો સાથે જ ચીલઝડપ જેવી ઘટનાઓ ન બને તે માટે એલસીબી,એસઓજી તેમજ પેરોલ ફર્લો સહીતની સ્પેશીય ટીમ બનાવવામાં આવશે. હાલમાં જે રીતે એલર્ટની પરિસ્થિતિ છે તેને જોતા ગોસાબારા પાસે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અને જરુર પડે અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસની માગણી કરવામાં આવી છે. જે અમોને ફાળવવામાં આવશે.


Patan Crime: રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટનાર ગેંગનો પર્દાફાશ


લોકમેળો શરુ થવાને આડે હવે માત્ર હવે ગણતરીની કલાકો જ બાકી હોવાથી લોકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે જે રીતે રાઈડ્સની સેફ્ટી લાયસન્સને લઈને જે નિયમ બનાવવામાં આવ્યા છે તેને લઈને ચાલેલા વિવાદના અંતે પોરબંદરમાં ચકડોળ ધારકોએ લાયસન્સ મળશે કે કેમ તે અંગેની અનિશ્ચિતતાને જોતા આ વખતે મેળામાં આવવાનુ ટાળ્યું છે તેથી આ વખતે એક બે ચકડોળને બાદ કરતા મેળો ચકડોળ વિના રહેનાર હોવાથી મેળાની થોડી રોનક ઓછી જોવા મળશે.


જુઓ LIVE TV :