Cyclone Biparjoy: આઘા રહેજો! ગુજરાતના આ વિસ્તારો તરફ આવી રહી છે મોટી આફત, તમામ બંદરો પર 2 નંબરનું ભયજનક સિગ્નલ
Cyclone Biparjoy Alert: તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી `બિપોરજોય` વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે.
Cyclone Biparjoy: ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે, ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે ત્યારે દરિયામાંથી વાવાઝોડું 4 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કારણે કેરળ સહિત ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ પર મોટી અસર પડી શકે છે.
વાવાઝોડાની ભયંકરતા વધે એમ અપાય છે ચેતવણી, આ ચેતવણી અપાઈ તો સીરિયસલી દોડજો
તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી 'બિપોરજોય' વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ વાવાઝોડામાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન! બિપોરજોય આ વિસ્તારોને ધમરોળશે, મેપમાં જુઓ ક્યાંથી પસાર થશે
જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિકકા, દેવભુમિ દ્રારકા જીલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર , પોરબંદર જીલ્લાના પોરબંદર નવીબંદર સહીતના બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે.
અંબાલાલ અને હવામાન બન્નેએ બિપોરજોય વાવાઝોડા અંગે શું કહ્યું?
હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાંચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. સંભવિત વાવાઝોડાંની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
વાવાઝોડાની 'આંખ' ટકરાય તો થાય છે ભયંકર ખાના ખરાબી, ગુજરાત માટે અહીં સર્જાય છે આફતો
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે.