Biparjoy Cyclone, Ambalal Patel: અંબાલાલ અને હવામાન બન્નેએ બિપોરજોય વાવાઝોડા અંગે શું કહ્યું?
Biparjoy Cyclone, Ambalal Patel: ગુજરાતમાં પર હાલ બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં એક તરફ હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ બિપોરોજોય વાવાઝોડા અંગે પોતાનું અનુમાન લગાવ્યું છે. જાણો...
Trending Photos
Biparjoy Cyclone, Ambalal Patel: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશ વાવાવાઝોડાનો ખતરો. બિપોરજોય નામના રૂપકળા નામ વાળું આ વાવાઝોડું ગુજરાતમાં વેરી શકે છે વિનાશ. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન વિભાગનું અનુમાન છેકે, ગુજરાતમાં બે દિવસ સુકુ વાતાવરણ રહેશે. બીપરજોય વાવાઝોડું હાલ દરિયામાં છે. બિપોરજોય વાવાઝોડું હાલ રાજ્યના પોરબંદરથી 1060 કિમિ દૂર છે. ફિશરમેન વોર્નિંગ આપવામાં આવી છે. સિગ્નલ 2 પણ આપવા આવ્યું છે. ફિશરમેન માટે દરિયામાં જવા સખત મનાઈ છે. ગુજરાતમાં વધુ અસર નહિ અને પવન ની દિશા બદલાશે. પવનની દિશાને લઈને વરસાદ રહી શકે છે.
વાવાઝોડા અંગે શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. જે અંતર્ગત દેશમાં સૌથી પહેલાં ચોમાસુ કેરળથી બેસતું હોય છે. તે મુજબ દેશમાં ચોમાસુ 48 કલાકમાં કેરળમાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં હાલ ચોમાસુ આવતા સમય લાગશે. હાલ વાવાઝોડાને લઈને વરસાદી માહોલ નથી. પવનની દિશા બદલાવાના કારણે વરસાદની અસર છે. વાવાઝોડા પર હવામાન વિભાગની સતત નજર રહેશે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છેકે, આગામી બે દિવસ રાજ્યમાં વાતાવરણ મહદઅંશે સુકુ રહેશે. બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, ભાવનગર અને તેની આસપાસમાં વરસાદ થઈ શકે છે.
વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?
અંબાલાલા પટેલે અરબી સમુદ્રમાં બનેલા બિપોરજોય વાવાઝોડા અંગે આગાહી વ્યક્ત કરીને જણાવ્યું છે કે તે ભવિષ્યમાં વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સાથે તેમણે વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ ગુજરાત પર અસરની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે તેવું અંબાલાલ જણાવે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવે છે કે, વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે. ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે. અંબાલાલ પટેલ જણાવે છે કે, આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. તેમણે નક્ષત્રોની વાત કરીને દરિયામાં પવનો બદલાતા હોવાનું પણ જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે