ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ અને લૉકડાઉન વચ્ચે સરકારે લીધેલા નવા નિર્ણયો અને જરૂરીયાતની વસ્તુઓના પુરવઠાને લઈને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મે મહિનામાં 61 લાખ જેટલાપરિવારોને વિનામૂલ્યે ફુટ બાસ્કેટ આપવામાં આવશે. તેમને 10 કિલો ઘઉં સહિતની સામગ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, શાળા-કોલેજો બંધ છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે આવા તમામ વિષયો પર નિબંધ, કાવ્યો અને ચિત્ર સ્પર્ધા યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશ્વિની કુમારે કહ્યું કે, આ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર 15,000, બીજો પુરસ્કાર 10 હજારનો અને ત્રીજા પુરસ્કારના રૂપમાં 5 હજાર રૂપિયા મળશે. દરેક વર્ગની શ્રેષ્ઠ કૃતિને રાજ્ય કક્ષાએ 25 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.


અશ્વિની કુમારે જણાવ્યું કે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના 467 સરપંચો સાથે સંવાદ કર્યો હતો. મારૂ ગામ કોરોના મુક્ત ગામનો નારો મુખ્યપ્રધાને આપ્યો હતો. આ સિવાય માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓ જો કોઈ ઓપરેશન કે ડિલેવરી માટે હોસ્પિટલમાં જશે તો તેમણે કોરોના ટેસ્ટ કરાવવો હશે તો વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ ટેસ્ટની રમકનો સમાવેશ આ યોજનામાં કરી લેવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર