હિતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 1851 કેસ સામે આવ્યા છે. તો આ મહામારીથી કુલ 67 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાના ડામવા માટે રાજ્ય સરકાર અનેક મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહી છે. હવે સરકારે કોરોનાને રોકવા માટે અધિકારીઓની મોટી ટીમ કામે લગાડી છે. અન્ય વિભાગોમાં ફરજ બજાવતા સચિવોને જુદી-જુદી જવાબદારીઓ સોંપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ માહિતી મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં વધતા કેસો સંદર્ભે સારવાદની કામગીરીને વધુ સઘન બનાવવા માટે નિર્ણયો કર્યાં છે. તેમણે વધુ ટેસ્ટિંગ કરવા પર ભાર મુકવાનું કર્યું છે. આ માટે તેમણે મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને મુખ્યમંત્રીના અગ્રસચિવ કૈલાસનાથન સાથે ચર્ચા કરી હતી. સરકારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને વેન્ટિલેટર પર આવેલા દર્દીઓનું મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપી છે. ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરવાની જવાબદારી પણ તેમની રહેશે. તો પ્લાઝ્મા દ્વારા દર્દીઓને કઈ રીતેબચાવી શકાય અને તેના પ્રોટોકોલના અમલ સહિતની જવાબદારી પૂનમચંદને આપવામાં આવી છે.


Corona: ગુજરાતમાં નવા 108 કેસ નોંધાયા, 4 લોકોના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 1851  


તો શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને એસવીપી હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. પંચાયત વિભાગના સચિવ એકે રાકેશને નગરપાલિકા વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તારમાં કોરોના નિયંત્રણના મોનિટરિંગની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ મનપા સિવાયના તમામ વિસ્તારની જવાબદારી તેમની રહેશે. 


તો શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવને વડોદરા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તો નીલ તોરણેને કિનડી કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં આવેલ છે તેની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય સચિવ મનીષા ચંદ્રાને કોરોના વાયરસના ટ્રેકિંગ અને સંકલનની જવાબદારી વિશિષ્ટ અધિકારી તરીકે સોંપવામાં આવી છે. તો દિલીપ રાણાને કોવિડ કેર સેન્ટર અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે. 


તો અશ્વિની કુમારે આજથી ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે, આ છૂટછાટ શરતોને આધિન છે. આ તમામની જવાબદારી ઉદ્યોગ સચિવ એમ કે દાસને આપવામાં આવી છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં 4000 જેટલા ઉદ્યોગો શરૂ થયા છે. અમદાવાદમાં 700, રાજકોટમાં 600, વડોદરામાં 200, કચ્છમાં 750, મોરબીમાં 400, ભરૂચમાં 450 ઉદ્યોગો કાર્યરત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...