ભાવનગરનું ગૌરવ: આ 3 વર્ષની બાળકીનાં વીરતાના દુહા સાંભળી તમારા રૂંવાડા થઇ જશે ઉભા
જિલ્લાના ચોગઠ ગામની માત્ર 3જા ધોરણમાં અભ્યાસ કરતી બાળાના મુખે દુહાછંદ સાંભળી લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે, આ નાનકડી બાળાને કવિ દાદ, નાજીર, જલન માત્રી જેવા અનેક કવિઓના દુહાછંદ કંઠસ્થ છે, એ બાળા જ્યારે દુહાછંદ લલકારે ત્યારે લોકો જોતા રહી જાય છે, 40 થી વધુ દુહાછંદ એક સાથે ગાય બતાવતી બાળાની યાદશક્તિના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં બાળાના અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે.
ભાવનગર : જિલ્લાના ચોગઠ ગામની માત્ર 3જા ધોરણમાં અભ્યાસ કરતી બાળાના મુખે દુહાછંદ સાંભળી લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે, આ નાનકડી બાળાને કવિ દાદ, નાજીર, જલન માત્રી જેવા અનેક કવિઓના દુહાછંદ કંઠસ્થ છે, એ બાળા જ્યારે દુહાછંદ લલકારે ત્યારે લોકો જોતા રહી જાય છે, 40 થી વધુ દુહાછંદ એક સાથે ગાય બતાવતી બાળાની યાદશક્તિના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે, અત્યાર સુધીમાં બાળાના અનેક વિડીયો પણ વાયરલ થઈ ચૂક્યા છે.
સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં રહેતી સાત વર્ષની બાળા રાજવી ચૌહાણ સરકારી શાળામાં 3જા ધોરણમાં અભ્યાસ કરે છે, રાજવીના પિતા રોહિત ચૌહાણ કરદેજની સરકારી શાળામાં અંગ્રેજીનાં શિક્ષક છે, રાજવી નાનપણથી જ પિતા સાથે સાંસ્કૃતિક ડાયરા અને ભજન પ્રોગ્રામ જોવા જતી હતી, કાર્યક્રમમાંથી પરત આવ્યા બાદ રાજવી પોતાના ઘરે દુહાછંદ લલકારતી હતી, તેની યાદશક્તિ અને કાલીઘેલી ભાષામાં દુહાછંદ લલકારતા જોઈ તેનો પરિવાર પણ આશ્ચર્ય ચકિત થઈ જતો હતો.
અકસ્માત: દાહોદથી આણંદ જતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20 મજૂરો ઇજાગ્રસ્ત
ગુજરાતી સાહિત્ય, લોક ગાયન અને ગુજરાતની સંસ્કૃતિ ને ઉજાગર કરતી રાજવીના પરિવારમાં દૂર દૂર સુધી કોઈ સાહિત્ય રસિક કે ગાયક કલાકાર નથી, તેવામાં રાજવી ની દુહાછંદ પ્રત્યેની ધગશ જોઈ તેના પિતા તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે, પિતા રોહિત ચૌહાણે પ્રસિદ્ધ કવિઓની રચનાઓના પુસ્તકો રાજવી માટે વસાવ્યા છે જેનું તે રોજ પઠન કરી રહી છે, હાલમાં રાજવીએ અનેક પ્રસિદ્ધ કવિઓ કવિ દાદ, ત્રિભુવન વ્યાસ, જલન માત્રી, અને નાજીરની રચનાઓ કંઠસ્થ કરી છે તેમજ તેને લયબદ્ધ રીતે ગાઈ બતાવે છે, નાની ઉંમરે આગવી પ્રતિભા ધરાવતી રાજવીને ગાતા જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube