અકસ્માત: દાહોદથી આણંદ જતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20 મજૂરો ઇજાગ્રસ્ત
Trending Photos
દાહોદ : જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ગામે દાહોદની ખાનગી પેસેન્જર ભરીને આણંદ જતી બસના ડ્રાઇવેર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઇ હતી. જેથી બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ભયભીત થયું હતું. જેમાં 4 વર્ષની બાળકીનું મૃત્યું નિપજ્યું હતું. જ્યારે 20થી વધારે મજુરો ઇજાગ્રસ્ત થયા હતા. ખાનગી બસમાં 30થી 35 જેટલા મજૂરોને બેસાડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસ મજૂરોને ભરીને લીમબીથી આણંદ જવા માટે રવાના થઇ હતી.
રસ્તામાં ફુલપરી ગામની ઘાટીમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઇ હતી.
બસ નીચે દબાઇ જતા એક બાળકીનું મોત નિપજ્યું હતું. 20થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીમડીથી આણંદ જતી બસને ફુલપરી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તમામને 108ની મદદથી સારવાર માટે મોકલવામાં મદદ કરી હતી. પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર રાબેતામુજબ કરાવ્યો હતો. આ મુદ્દે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે