કેવડિયા : પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જ્યા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં તેઓ વિવિધ 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનોડિયા બંધુઓની તસવીરને પુષ્પ ચઢાવીને PM બોલ્યા, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા’

વડાપ્રધાન મોદીએ બપોરનું ભોજન લીધા બાદ થોડો સમય માટે આરામ કર્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારનું સફારી પાર્ક એવી રીતે બનાવવામાં આવ્યું છે. તે પ્રાણીસંગ્રહાલયમાં નહી પરંતુ સફારી પાર્કમાં જોઇ રહ્યા હોય તેવો અનુભવ થાય. જેથી અહીં દરેક પશુ તથા પ્રાણી પણ ખુબ જ મોકળાશથી ફરી શકે અને માનવો પણ ફરી શકે. અહીં દરેકે દરેક પશુની હેબિટ્સનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તેનો ખાસ ખ્યાલ રખાયો છે.


ભારતીય રેલવેની RPF ટીમ મહિલાઓની સુરક્ષા માટે શરૂ કર્યું ખાસ ઓપરેશન 'મેરી સહેલી'

વડાપ્રધાન મોદી સફારીના અલગ અલગ ભાગોનું ભ્રમણ કરી રહ્યા છે. દરેકે દરેક પશુને તેનું અનુકુળ માહોલ મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગોલ્ફકાર્ટમાં બેસીને સમગ્ર જંગલ સફારીમાં વડાપ્રધાન મોદી ફર્યા હતા. તેમણે જંગલ સફારીમાં પશુઓ અને માણસો માટે કરવામાં આવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમણે તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube