સુરેન્દ્રનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગર ખાતે ચૂંટણી સભાને સંબોધ્યા બાદ વડાપ્રધાન ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક પર પહોચ્યાં હતા. સુરેન્દ્રનગર બેઠક પર સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઝવેરચંદ મેઘાણીની ભૂમી તથા મા ચામુંડાની ભૂમીને નમન કહીને ભાષણ શરૂ કર્યું હતું. મોટી સંખ્યામાં આવેલા કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાવીર સ્વામીની જન્મજયંતિની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાતમાં આવેલા વાવાઝોડામાં જે લોકોના મોત થયા તે લોકોના પરિવાર અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ધાગ્રધ્રાના રાજમાતાના નિધન પર પણ શ્રદ્ધાજલિ અર્પી હતી. વડાપ્રધાને કહ્યું કે, આખા દેશમાં જમણ ત્યા સુધી સારુ ના લાગે જ્યાં સુધી સુરેન્દ્રનગરનું મીઠું ના ભળે...


PM Modi Live: વડાપ્રધાને હિંમતનગરમાં ચૂંટણીને લઇને કરી મોટી વાત


હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર, 23મીએ ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે

કોંગ્રેસને સેના પાસે પુરાવાઓ માંગે છે: પીએમ
કોંગ્રેસ પાર્ટીનું પણ ચારિત્ર્ય બદલાઇ ગયું છે. કોંગ્રેસ દેશની સેના પર પ્રહારો કરી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ કહે છે, કે સેન્યના વડા અને એરફોર્સના વડાને ખોટા ગણાવે છે. આ કોંગ્રેસ વાળા પુરાવા માંગે છે એટલે તેમને સેના પર વિશ્નાસ નથી. કોંગ્રેસના વચનોથી પાકિસ્તાન ખુશ થઇ રહ્યું છે. 


કોંગ્રેસમાં હવે ઉભા થવાની તાકાત નથી
કોંગ્રેસ પર પ્રહારો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનમાં જઇને બોલ્યા હતા કે ચોકીદારને હટાવી દો... કોંગ્રેસ એટલી બધી નીચી જુકી ગઇ છે કે, હવે ઉભા થવાની તાકાત પણ નથી રહી, કોંગ્રેસ મોદીને ગાળો દેતા દેતા હવે ગુજરાતને પણ ગાળો આપી રહી છે. 2001થી લઇને અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસને નડી રહ્યું છે. કોંગ્રેસે હું ગુજરાતમાં હતો ત્યારે ગુજરાતને ગાળો દીધું, હું જ્યારે વડાપ્રધાન બન્યો ત્યારે કોંગ્રેસે ભારતને પણ ગાળો દીધી હતી.


વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર બાદ હવે ગુજરાત સરકારની સહાયની જાહેરાત


કોંગ્રેસ જેટલું કીચડ ઉછાળશે દેશમાં એટલાજ કમળ ખીલશે 
કોંગ્રેસ ભાજપ પર જેટાલું કીચડ ઉડાળશે એટલા જ દેશમાં કમળ ખીલશે તેવું કહીને વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર વઘુ પ્રહાર કર્તા કહ્યુ કે, કોંગ્રેસના મેનીફોસ્ટોમાં મધ્યમવર્ગની વાત જ નથી કર્યું, મધ્યમ વર્ગને ખતમ કરવાના કોંગ્રેસ દ્વારા ખેલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીના સલાહકારે કહ્યુ કે, મધ્યમવર્ગ સેલ્ફીસ છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ મધ્યમવર્ગની કમર તોડવા માંગે છે.


ફરી મોદી સરકાર બનશે તો તમામ ખેડૂતોના ખાતામાં રૂપિયા આવશે
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા કહ્યું કે, દેશનો ગરીબ હવે મોદી સાહેબના સહારે બેઠા છે. 12 કરોડ ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂપિયા જમા થશે. 23 મેએ જ્યારે ફરી એકવાર મોદી સરકાર બનશે તો તમામ ખેડૂતોના ખાતમાં રૂપિયા જમા થશે. ખેડૂતને મોદી સરકાર 60 વર્ષ બાદ પેન્શન આપશે. આ બધી વસ્તુઓ ભાજપે નક્કી કરી લીધું છે.


ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય


દેશમાં પહેલીવાર પાણી માટે અલગ મંત્રાલય: પીએમ મોદી
દેશમાં પહેલીવાર વેલફેર બોર્ડ બનાવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. સૌરાષ્ટ્ર્ અને કચ્છમાં 40 વર્ષ પહેલા નર્મદા નદીના નીર પહોચ્યા હોત તો માલધારીઓને હીજરત કરવાની ફરજ ના પડી હોત. નર્મદાના નીર રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર જેવા સ્થળો પર ભાજપ સરકારે પહોચાડ્યું છે. પાણીએ પારસ્મણી છે. દેશમાં પહેલીવાર પાણી માટે અલગ મંત્રાલય બનાવામાં આવશે. માછીમારો માટે પણ અલગ મંત્રાલય બનાવામાં આવશે. દેશના વિકાસ માટે અને દેશને આધુનિક બનાવાનું કાર્ય ભાજપ સરકાર કરશે.