પ્રશાંત ઢીવરે/સુરત: સુરત લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો છે. દુષ્કર્મના કેસમાં દોઢ મહિનાથી મહિનાથી બંધ આરોપી અવિનાશ સામુદરે જેલના બેરકના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. લાજપોર જેલમાં મૃતકને ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓહ માય ગોડ! સુરતમાં માનવ આકારનો રોબોટ આ બધું જ કરે છે, લોકોમાં કુતૂહલ, VIDEO


મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા ના વતની 23 વર્ષીય અવિનાશ સામુદરે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે ઔરંગાબાદમાં મેડિકલ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. સુરત શહેરના અડાજન ખાતે રહેતી 17 વર્ષીય કિશોરી સાથે લગ્ન પ્રસંગમાં અવિનાશની મુલાકાત થઈ હતી. દરમિયાન બને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. અવિનાશએ યુવતીને સુરતથી મુંબઇ બોલાવી બંને ઓરંગાબાદ ભાગી ગયા હતા ત્યાં ભાડાના મકાનમાં ચાર મહિના રહ્યા હતા.


ગુજરાતના યુવાનો અગ્નિવીર બનવા થનગની રહ્યા છે, પણ 4 વર્ષ બાદ શું...? આ જવાબો સાંભળો..


દરમિયાન કિશોરીને બે માસનું ગર્ભ પણ રહી ગયો હતો. કિશોરીના પરિજનોએ અવિનાશ વિરુદ્ધ અડાજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અવિનાશ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો મુજબનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી. 


જુનિયર ક્લર્કની પરીક્ષા મુદ્દે મોટા સમાચાર, જાણો વડોદરા પોલીસ કમિશ્નરનું જાહેરનામું


મુતક અવિનાશ છેલ્લા દોઢ મહિનાથી લાજપોર જેલમાં બંધ હતો. મોડી રાત્રે જેલના બેરકના માથારૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.જેલ તંત્ર સહિત સચિન પોલીસ દોડી આવી હતી. યુવકનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલ પીએમ અર્થ ખસેડી કારવાહી હાથ ધરી છે.બીજી બાજુ લાજપોર જેલમાં મૃતકને ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે.


અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં પોલંપોલ! હાટકેશ્વર બાદ આ બ્રિજમાં ખૂલ્યો મોટો છબરડો!


આરોપી સુશિક્ષિત હતો. આપઘાત કરે તેવો હતો નહિ. પરિવારે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યાં સુધી યુવકના મરણનું ચોકસ કારણ સામે નહીં આવે પરિવારજનોએ લાશ લેવાનો પણ ઇન્કાર કર્યો છે.