Rajkot Police Accident Incident: સુરત-ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર રાજકોટ LCBને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આરોપીને લઇ રાજકોટ પરત ફરતાં રાજકોટ LCBની હ્યુન્ડાઇ ક્રીટા કાર સેન્ડવીચ બની ગઈ હતી. આ ઘટનામાં એક પોલીસ કર્મીનું કરૂણ મોત નિપજ્યું છે. આરોપી સહિત અન્ય 3 પોલીસ જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!


રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને નડેલા અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મોત થયું છે, જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં અંકલેશ્ર્વર અને ભરૂચ પોલીસ તાત્કાલીક મદદ અર્થે દોડી ગઈ હતી.


ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો.1થી 8નો કોર્સ બદલાશે! નવા 20 પુસ્તકો ભણવા


આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો સુરતના નાના બોરસરા ગામ નજીક રાજકોટ પોલીસની કાર અને આઈશર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા લોકો ભેગા થઈ ગયા હતા અને રેસ્ક્યૂ કામગીરી આરંભી હતી. પોલીસ કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક પોલીસકર્મીનું મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને અંકલેશ્વરની જયાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.


આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજો


એકનું મોત અને ચાર ઈજાગ્રસ્ત
અકસ્માતમાં પોલીસકર્મી દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મી ઘનશ્યામસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ સુવા, અરવિંદસિંહ દાનુભા જાડેજા સહિત એક આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર ઈજાગ્રસ્ત થયા છે.