લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!

આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.

લો બોલો! આ ચોમાસું ગુજરાતના આ જિલ્લા માટે નબળું સાબિત થયું, અનેક ડેમ છે તળિયાઝાટક!

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરી હતી જેના પગલે ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણ ગોરંભાયું છે, ગઈકાલે સાંજે હળવા વરસાદનો પ્રારંભ થયો હતો, તેમજ વહેલી સવાર સુધી હળવા ભારે ઝાપટા વરસી પડ્યા હતા. 

આમ જોઈએ તો ભાવનગર જિલ્લામાં આ ચોમાસુ નબળું સાબિત થયું છે, અને જોઈએ તેવો વરસાદ નહીં વરસતા જિલ્લાના અનેક ડેમ હજુ પણ પુરા ભરાયા નથી, પરંતુ હવે ચોમાસુ તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, ત્યારે ફરી મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે, છેલ્લા થોડા દિવસોથી ગરમીનો પારો સતત ઉપર ચડતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. 

હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાતા જિલ્લાના તમામ તાલુકા પંથકમાં સાર્વત્રિક વરસાદ થયો હતો, જ્યારે આજે પણ સવારથી જ મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. જોકે કટકે કટકે વરસાદ વરસતો હોય પાણી ભરવાની સમસ્યા ઘટી છે, તેમ છતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news