અમદાવાદ : રાજ્યમાં હાલ શાળાઓની ફીનો મુદ્દે ધીરે ધીરે વેગ પકડી રહ્યો છે. ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા મનમાનું વર્તન કરવામાં આવી રહ્યા છે. શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી તગડી ફી વસુલવામાં આવી રહી છે. જેના માટે શાળાના શિક્ષકોનાં ઉચ્ચ પગાર, શાળાનું મેઇન્ટેનન્સ વગેરે જેવા મુદ્દાઓને આગળ ધરીને તેઓ શાળાની ફી 25 ટકાથી ઘટાડવાની મનાઇ કરી રહ્યા છે. જો કે બીજી તરફ શાળાઓ શિક્ષકો સાથે પણ છેતરપિંડી આચરી રહી છે. શાળાઓ શિક્ષકોને લોકડાઉનમાં કંઇ જ કામ નહી હોવાનું અને  ફી પણ નહી આવી હોવાનાં બહાના હેઠળ કાં તો ફીની ચુકવણી જ નથી કરી રહી અથવા તો 25 ટકા જેટલો જ પગાર ચુકવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તાર બંધ, માત્ર દવાની દુકાનો રહેશે ખુલ્લી


કેટલીક શાળાઓ દ્વારા તો છેલ્લા 6 મહિના કરતા પણ વધારે સમયથી કોઇ પણ પ્રકારનું ચુકવણી શાળાના શિક્ષકોને કરવામાં આવ્યું નથી. અથવા તો શિક્ષકોને છુટા કરવામાં આવ્યા છે. આ મુદ્દે સરકાર પણ કાંઇ જ કરી શકી નથી. આ પ્રકારના સંચાલકોને નાથવા માટે FRC સહિતના અનેક પાવર સરકાર પાસે હોવા છતા અત્યાર સુધીમાં કોઇ પણ કાર્યવાહી ન કરતા શિક્ષકો વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. બીજી તરફ શાળાની ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યુલા સ્વીકાર્ય નહી હોવાનું સોગંદનામું પણ દાખલ કર્યું છે. FRC ની મંજૂર ફીનો વધારો જતો કરવા સંચાલકો તૈયાર થયા છે. આ સિવાય ગત વર્ષની ફી યથાવત્ત રાખી 5થી 12 ટકા રાહત આપવાનો દાવો કર્યો છે. જો કે તેમાં પણ આ શાળા સંચાલકો ગેમ કરી રહ્યા છે. તેઓ માત્ર ટ્યુશન ફીમાં પણ 25 ટકાની જ રાહત આપી રહ્યા છે. 


આંતરજ્ઞાતિય લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, રજીસ્ટ્રેશન રદ થતા યુગલોમાં રોષ


શાળા સંચાલકોએ એવી તૈયારી દર્શાવી છે કે જે વિદ્યાર્થી ફી ભરી શકે તેમ નહી હોય તો કેસ ટુ કેસ બેસિક પર 10થી 100 ટકા સુધીની ફી માફ કરવાની તૈયારી દર્શાવી છે. ફિક્સ ટકાવારી પર ફી ઘટાડવાની સરકારની સમાધાનની વાત શાળા સંચાલકોને કોઇ પણ રીતે સ્વિકાર્ય નહી હોવાનો સોગંદનામામાં દાવો કરાયો છે. શુક્રવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી પારડીવાલાની બેન્ચ સમક્ષ આ અંગે સુનવણી થવાની છે. જો કે કોર્ટને કોઇ પણ પ્રકારે નથી ગાંઠી રહી ખાનગી શાળાઓ તે નિશ્ચિત છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube