હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન, સરકારે પેટન્ટ માટે ગ્રાન્ટ આપી
SVNITના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેમંત કુમાર મેહતાએ આ પ્રોબ્લમનું સોલ્યુશન આપવા એક કૂલિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. આ કૂલિંગ સિસ્ટમ સ્પેસ ટેકનોલોજી પર આધારિત છે જેને લેન્ડ એપ્લિકેશન પર વાપરીને ઈલેક્ટ્રીક વહીકલમાં લાગતા આગની ઘટનાઓને રોકી શકાય છે.
ઝી બ્યુરો/સુરત: છેલ્લા ઘણા સમયથી ઇલેક્ટ્રિક વ્હિકલની બેટરીમાં આગ લાગવાના ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે અને જોયા પણ છે. પરંતુ આ આગ લાગવાનું કારણ તમને ખબર છે ખરું. ઇલેક્ટ્રિક વાહનની બેટરીનું તાપમાનમાં વધારો થઈ જતા આગ લાગવાના બનાવ બનતા હોય છે. SVNITના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર હેમંત કુમાર મેહતાએ આ પ્રોબ્લમનું સોલ્યુશન આપવા એક કૂલિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. આ કૂલિંગ સિસ્ટમ સ્પેસ ટેકનોલોજી પર આધારિત છે જેને લેન્ડ એપ્લિકેશન પર વાપરીને ઈલેક્ટ્રીક વહીકલમાં લાગતા આગની ઘટનાઓને રોકી શકાય છે. આ સંશોધનને ભારત સરકાર દ્વારા પેટર્ન પણ કરવામાં આવ્યો છે.
ડંકાના ચોટ પર આ તારીખો લખી લેજો! અંબાલાલને સહેજે હળવાશમાં ના લેતા, કરી ભયાનક આગાહી
એસવીએનઆઇટી કોલેજના પ્રોફેસર હેમંતકુમાર મેહતાને પેટન્ટ માટે ગ્રાન્ટ અપાઇ છે. આ કુલિંગ સિસ્ટમથી બેટરીનું ટેમ્પરેચર 20થી 60 ડિગ્રી સુધી જ રહેશે અને બેટરીમાં આગ નહીં લાગશે. આ પ્રોજેક્ટ ડેવલપ કરવા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેક્નોલોજીએ 36 લાખની ગ્રાન્ટ પણ આપી હતી. આ સિસ્ટમ થકી ઇલેક્ટ્રીક કારચાલક પોતાના ઘરે અથવા તો ચાલતી કારમાં પણ બેટરી ચાર્જ કરી શકે છે. આ સિસ્ટમ થકી ચાર્જિંગ વખતે ટેમ્પરેચરને નિયંત્રણમાં રાખી શકાય છે. જેમ કારની સ્પીડ વધે છે તેમ બેટરીમાં પસાર થતા કરંટમાં વધારો થાય છે જેથી બેટરીનો ટેમ્પરેચર વધે છે. તેથી એક લિમિટ કરતા જો તાપમાન વધે તો આ સિસ્ટમ કામ કરે છે.
એક એવા વ્યક્તિ કે જેની આગાહીથી લોકો થઈ જાય છે દોડતા...શું છે અંબાલાલનું અંગત જીવન?
ઇવી બેટરી કૂલિંગ સિસ્ટમ વેપર કૂલ્ડ ટેક્નોલોજી પર વર્ક કરે છે. તેથી બેટરીમાં ઉત્પન્ન થતી હીટને બે સળિયા મારફત બહાર કાઢી સળિયાને વેપર થકી કૂલ કરાય છે. જેથી બેટરીનું ટેમ્પરેચર 20થી 60 ડિગ્રી સુધી રહે છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ વાતાવરણના 5થી 55 ડિગ્રીના ટેમ્પ્રેચરમાં પણ કામ કરી શકે છે.મહત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા ફન્ડેડ પ્રોજેક્ટ છે. સ્પેસ ટેકનોલોજીમાં જે સિસ્ટમ યુઝ થાય છે તેને લેન્ડ એપ્લિકેશનમાં યુઝ કરીને મોડીફાઇડ વર્ઝનમાં બેટરી માટે કુલિંગ પ્રોવાઇડ કર્યું છે.
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
ભારત સરકારે આ સંશોધનને પેટર્ન પણ કર્યા છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક વહીકલમાં આગ લાગવા માટે અનેક કારણ હોય છે. જેમાંથી એક ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ટેમ્પરેચર વધે છે થર્મલ કેમેસ્ટ ડિસ્ટર્બ થાય છે. જેના કારણે આગ લાગે છે. અમારો જે રિસર્ચ છે તેમાં થ્રીસી ચાર્જિંગ સુધી અમે કાર્ય કર્યો છે અને અમે ત્યાં સફળતા મળી છે. આ સિસ્ટમ એક પેસિવ સિસ્ટમ છે જેમાં બિન ઉપયોગી ખર્ચ અને વસ્તુઓ અમે એલિમિનેટ કર્યા છે.
વિદેશમાં ભણવા જવું હોય તો કેટલો ખર્ચ થાય, જાણો કયા દેશની કેટલી છે સ્ટુડન્ટ વિઝા ફી?
માત્ર કોપર ટ્યુબિંગ અને વન વીક સ્ટ્રક્ચરથી આખું ઊભું કર્યું છે. જે બેટરીની હિટ છે તે જ ડ્રાઇવિંગ પોટેન્શિયલ સિસ્ટમને રન કરવા માટે છે. આ સિસ્ટમ થકી ટેમ્પરેચરને એક નિર્ધારીત ટેમ્પરેચર સુધી કંટ્રોલ કરી શકે છે. જો વધારે ચાર્જિંગ કરો તો સ્માર્ટ બીએમએ સિસ્ટમ એડ કરવામાં આવી છે જેના કારણે એડિશનલ સેફટી ફેક્ટર એ સિસ્ટમને કટોફ કરી નાખશે અને આગ લાગવાની ઘટના 80 થી 90 ટકા ઘટી શકે છે.
શું કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે? રાહુલ કરી શકે છે 'ખેલા', મળી જડીબુટ્ટી