ગુજરાતમાં વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હત્યા; 4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં 6 સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઝી બ્યુરો/બોટાદ: બગડ ગામે અનુસૂચિત સમાજના આશાસ્પદ યુવાનનું હુમલા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના પરિવારોની એક જ માંગ હતી કે મૃતકને ન્યાય મળે, તેમ જ એસપીને બદલી કરવામાં આવે, ત્યારબાદ સ્વીકારવામાં આવશે. મૃતક પરિવારના ઘર આસપાસ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં 6 સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત સમાજના યુવા આગેવાન રાજેશ મકવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ રાજેશ મકવાણાને પ્રથમ સારવાર માટે બોટાદ તેમજ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાજેશભાઈનું ગત મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે
બીજી બાજુ આ ઘટનામાં 307ની કલમ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ કુલ સાત આરોપી વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલો હવે હત્યામાં પરિણમે છે ત્યારે બગડ ગામ ખાતે થયેલ હત્યાને લઇ હાલ તો પરિવાર શોકમગ્ન માહોલમાં છે. રાજેશભાઈના પરિવારમાં પિતા-પત્ની સહિત બે દીકરાઓ છે, ત્યારે બંને દીકરાઓએ આજે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક સાથે આરોપીને કડકમાં કડક સજા સાથે બોટાદ એસપીને બદલી કરવામાં આવે તેવી માંગ સાથે ન્યાયની અપેક્ષા તો જ ડેડ બોડી સ્વીકારવામાં આવશે, તેવું મૃતક પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.
કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ
સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો રાણપુર તાલુકાનું જ ગામ કે જ્યાં આશરે ચાર વર્ષ પહેલા અનુસીચિત સમાજના આગેવાન એવા મનજીભાઈ સોલંકી પર હુમલો થયો હતો, જેમાં તેમનું મોત નિપજેલ હતું. રાજેશભાઈ મકવાણા સાક્ષી પંચ તરીકે હોય જેની દાઝ રાખી અને આ હુમલો કરવામાં આવેલ તેવું પ્રાથમિક અહીંથી જાણવા મળેલ છે.
ફેમસ ઈન્સ્ટા સ્ટાર બન્યા વડોદરા તાલુકા પંચાયતના નવા પ્રમુખ, 7.14 લાખ છે ફોલોઅર્સ
હાલ તો જૂની અદાવતના કારણે મોતને લઈ પરિવાર શોક મગ્નમહોલમાં છે તો પરિવારની પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે. હાલ તો કુલ સાતમાંથી 3 આરોપીઓની બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ બાદ 8 તારીખના રોજ ધરપકડ કરવામાં આવેલ તેમજ અન્ય આરોપીઓ હાલ ફરાર હોય પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી હાથ શરૂ છે.
લવ બોમ્બિંગ શું છે? નવા લવરો ખાસ જાણી લેજો આ હકીકત, નહિ તો આવશે પસ્તાવાનો વારો