ઝી બ્યુરો/ગીરસોમનાથ: ગીર સોમનાથના મહિલા PSI સરોજ વાવૈયા સસ્પેન્ડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જૂનાગઢ LCBની ટીમે ગીર સોમનાથના મહિલા PSI સરોજ વાવૈયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સસ્પેન્ડના આદેશ આપ્યા હતા. જે મામલે તાત્કાલિક અસરથી મહિલા PSI સરોજ વાવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ ચોમાસું નબળું પડ્યું? જાણો શું કહે છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ?


આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગના PSIને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે PSI સરોજ વાવૈયા થોડા દિવસ અગાઉ રજા લઈને પોતાના વતન પાદરિયા ગામે ગયા હતા. જ્યાં ગામમાં ચાલી રહેલા જુગારધામમાં પોતાનું નસીબ અજમાવવા જતાં દુર્ભાગ્યવશ જૂનાગઢ LCBની ટીમે રેડ કરી હતી. આ રેડમાં મહિલા PSI સરોજ વાવૈયા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. બીજી બાજુ રેડ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.


NMCના નવા નિયમોથી ડોકટરોની મુશ્કેલીઓ વધશે, જેનેરિક દવાઓ ન લખવા પર થશે કાર્યવાહી


બીજી બાજુ, આ ઘટનાની જાણ જૂનાગઢ પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાને કરવામાં આવતા મોટી કાર્યવાહી કરાઈ હતી. ગીર સોમનાથ પોલીસ વડાએ તાત્કાલિક અસરથી મહિલા PSIને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે પણ ચિમકી ઉચ્ચારી છે.


એફિલ ટાવરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ ટૂરિસ્ટોને બહાર કાઢવામાં આવ્યા


તમને જણાવી દઈએ કે  ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગમાં મહિલા PSI છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે.


ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે! દરિયો ન ખેડવા સૂચના, આગામી 4 દિવસ શું છે આગાહી