NMC Regulation: NMCના નવા નિયમોથી ડોકટરોની મુશ્કેલીઓ વધશે, જેનેરિક દવાઓ ન લખવા પર થશે કાર્યવાહી

NMC Regulation નેશનલ મેડિકલ કમિશને દર્દીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. મેડિકલ કમિશને ડોક્ટરોને જેનરિક દવાઓ લખી આપવાનું કહ્યું છે. જો આ નિયમનો ડોક્ટરો દ્વારા ભંગ કરવામાં આવશે તો તેની સામે દંડ ઉપરાંત લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. 

NMC Regulation: NMCના નવા નિયમોથી ડોકટરોની મુશ્કેલીઓ વધશે, જેનેરિક દવાઓ ન લખવા પર થશે કાર્યવાહી

નવી દિલ્હીઃ નેશનલ મેડિકલ કમિશને નવા નિયમ જાહેર કર્યાં છે, જેનાથી હવે ડોક્ટરોની મુશ્કેલી વધવાની છે. નવા નિયમો અનુસાર દરેક ડોક્ટરોએ જેનેરિક દવા ખલવી પડશે, આમ ન કરવા પર ડોક્ટરને દંડ ફટકારવામાં આવશે અને તેનું લાયસન્સ પણ રદ્દ કરવામાં આવી શકે છે. 

પહેલા શું હતો નિયમ?
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) એ પોતાના 'રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરોના વ્યવસાયિક આચરણને લગતા નિયમો' માં ડોક્ટરોને બ્રાન્ડેડ જેનરિક દવાઓ લખવાથી બચવાનું પણ કહ્યું છે. ભલે ડોક્ટરોએ અત્યારે જેનેરિક દવાઓ લખવાની જરૂરી હોય છે, પરંતુ એમએનસી દ્વારા 2002માં જારી નિયમોમાં કોઈ દંડાત્મક જોગવાઈનો ઉલ્લેખ કર્યો નહોતો. 

— Press Trust of India (@PTI_News) August 12, 2023

નવા નિયમમાં શું થયો ફેરફાર?
2 ઑગસ્ટના રોજ સૂચિત NMC નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દવાઓ પરના ખિસ્સા બહારનો ખર્ચ આરોગ્યસંભાળ પરના જાહેર ખર્ચનો મોટો હિસ્સો છે. એવું નોંધવામાં આવ્યું છે કે જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતાં 30 થી 80 ટકા સસ્તી છે. તેથી, જેનરિક દવાઓ સૂચવવાથી દવાઓની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

કેમ જેનરિક દવાઓ પર આપવામાં આવી રહ્યો છે ભાર?
નોંધનીય છે કે બ્રાન્ડેડ જેનરિક દવા તે છે, જે પેટેન્ટથી બહાર થઈ ચુકી છે અને દવા કંપનીઓ દ્વારા નિર્મિત કરવામાં આવે છે અને વિવિધ કંપનીઓના બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવે છે. આ દવાઓ બ્રાન્ડેડ પેટન્ટ દવાઓની તુલનામાં ઓછી મોંઘી હોય છે પરંતુ તે દવાના જથ્થાબંધ ઉત્પાદિત જેનરિક સંસ્કરણ કરતાં મોંઘા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news