ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) મંગળવારના એક જ દિવસમાં અલગ અલગ ત્રણ હત્યાના (Murder) બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં (Meghaninagar) ફિયાન્સએ પૂર્વ ફિયાન્સની (Fiance) હત્યા કરી નાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગર વિસ્તારના રામેશ્વરમાં હિતેશ પટણી નામના યુવકની જાહેરમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ હિતેશ પટણીની હત્યાના સમાચાર મળતાની સાથે જ મેઘણીનગર પોલીસ (Meghaninagar Police) ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા પરિવાર અને આસપાસના લોકોની પૂછ પરછ કરતા સામે આવ્યું હતું કે મૃતક હિતેશ પટણીની સગાઈ (Engagement) પિંકલ નામની યુવતી સાથે કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- અમદાવાદમાં 15 વર્ષની સગીરાને 2 નરાધમોએ પીંખી નાખી, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ


થોડા સમય પહેલા જ અંગત કારણોસર સગાઈ તોડી નાખવામાં આવી હતી. ત્યારે પિંકલની બીજી સગાઈ અપ્પુ પટણી નામના યુવક સાથે કરવા આવી હતી. નવા ફિયાન્સને શંકા હતી કે પોતાની ભાવિ પત્ની પિંકલને સગાઈ તોડયા બાદ પણ મૃતક હિતેશ સાથે આડા સબંધ છે. જેની અદાવત રાખીને આરોપી અપ્પુ પટણી મંગળવારની બપોરે મૃતક હિતેશ પટણીના ઘર પાસે આવ્યો હતો.


આ પણ વાંચો:- કચ્છી કલાનું કરાયું ઓનલાઇન પ્રદર્શન, પીંછીના લસરકે કચ્છી નવા વર્ષની ઉજવણી


અપ્પુ પટણી તેની સાથે તેના અન્ય ત્રણ મિત્રોને લઇને આવ્યો હતો. ત્યારબાદ અપ્પુ પટણીએ મૃતક હિતેશ પટણીને તેના ઘરની બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હિતેશને મોતને ઘાટ ઉતાર્યો હતો. જો કે, હિતશે પર હુમલો કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.


આ પણ વાંચો:- 'કોરોના સે લડાઈ મુસ્કુરાહટ સે પઢાઇ', ત્રીજી વેવમાં બાળકોના શિક્ષણ માટે અનોખું સેવાકાર્ય


જો કે, મેઘાણીનગર પોલીસે આરોપી ફિયાન્સ અપ્પુ પટણી સહિત અન્ય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ હાલ આરોપીઓની શોધખોળ કરી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન આ લવના ટ્રાયએન્ગલમાં શું નવું સામે આવે છે તે જોવાનું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube