આશ્કા જાની/અમદાવાદ : અમદાવાદ શહેરની નામાંકિત અને દેશદુનિયામાં નામ ગજવતી બી.જે.મેડિકલ ફરીથી વિવાદમાં આવી છે. કોલેજમાં ફરી રેગિંગનો આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. પોસ્ટ ગ્રેજ્યુએટના 3 વિદ્યાર્થીઓ સામે રેગીંગનો આરોપ જુનિયર વિદ્યાર્થીઓએ મૂક્યો છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓનું રેગીંગ કરતા હોવાની વિદ્યાર્થીઓએ ડીનને ફરિયાદ કરી છે. આ ફરિયાદ લેખિતમાં કરાઈ છે, અને મામલો સીધો ડીન ઓફિસ સુધી પહોંચ્યો છે. કુલ 6 જુનિયર વિદ્યાર્થીઓએ 3 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજે મેડિકલ કોલેજમાં બનેલી રેગીંગની ઘટના પહેલીવાર નથી. આ પહેલા પણ અનેકવાર રેગીંગની ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારે 6 વિદ્યાર્થીઓએ તેમના સિનિયર્સ દ્વારા પટ્ટા-જૂતા અને રબ્બરની પાઈપથી માર મારતા હોવાની ફરિયાદ કોલેજના ડીન અને પી.જી. ડિરેક્ટરને કરી છે. આ રેગીંગની ઘટના બાદ બે વિદ્યાર્થીઓને કાનમાં બહેરાશ આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોલેજ દ્વારા અત્યાર સુધી કોઈ એક્શન લેવાયા નથી. બી.જે. મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતા ધવલ માંકડિયા, જયેશ ઠુમ્મર અને હર્ષ સુરેજા વિરૂદ્ધ પહેલા વર્ષના 6 વિદ્યાર્થીઓ અને તેમના વાલીએ રેગિંગની ફરિયાદ કરી છે. 9 મહિના પહેલા કોલેજમાં એડમિશન લેનારા આ વિદ્યાર્થીઓએ ફરિયાદમાં કહ્યું કે, અમે આવ્યા ત્યારથી સનિયર વિદ્યાર્થીઓ તેમને હેરાન કરી રહ્યાં છે. તેમના શારીરિક અને માનસિક રીતે પીડા આપવામાં આવી રહી છે. તો સાથે જ તેમને એટલુ ટોર્ચર કરવામાં આવે છે કે, તેઓને આત્મહત્યા કરવાના વિચારો પણ આવે છે. 


આ પણ વાંચો : 


સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની માઠી દશા બેઠી, કદાવર નેતાએ રાજીનામુ ધર્યું


કોરોનાએ ઉથલો માર્યો : સુરતમાં દૂબઈથી અને ભાવનગરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ


નવા વર્ષની ઉજવણી કરવાના હોય તો માંડી વાળજો, કડકડતી ઠંડીની ગુજરાતમાં છે આગાહી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube