સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની માઠી દશા બેઠી, કદાવર નેતાએ રાજીનામુ ધર્યું

Congress MLA Resign : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે હવે કદાવર નેતાઓ પણ કોંગ્રેસને અલવિદા કરી રહ્યાં છે, પહેલુ ગાપડું સુરેન્દ્રનગર જિલ્લામા પડ્યું

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની માઠી દશા બેઠી, કદાવર નેતાએ રાજીનામુ ધર્યું

Surendra Nagar સુરેન્દ્રનગર : ગુજરાતમાં કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ આજે પણ એક કદાવર નેતાએ રાજીનામું ધરી દીધું છે. જેને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રૈયાભાઈ રાજપૂતે રાજીનામું ધરી દીધું છે. રાજીનામામાં તેમણે મોટા આક્ષેપો કર્યા છે. સુરેન્દ્ર નગર જિલ્લાની 5 બેઠકોમાં કોંગ્રેસ પાસે દસાડા અને ચોટીલા બેઠક હતી. આ બેઠક પર કોંગ્રેસના જીતના ચાન્સ છતાં આ બેઠકો પર સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ ફાળવણીને પગલે કોંગ્રેસે આ 2 બેઠકો ગુમાવી છે. 

સુરેન્દ્ર નગર જિલ્લામાં મૂકાયેલા પ્રભારીઓએ પણ સ્થાનિક નેતાઓની અવગણના કરતાં 2 બેઠકો પણ કોંગ્રેસે ગુમાવી છે. જેથી નારાજ થયેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખે હવે આ પદ પર ન રહેવાનો નિર્ણય લીધો છે. જેને પગલે સ્થાનિક કોંગ્રેસમાંથી પ્રમુખ બાદ બીજા રાજીનામા પણ આવી શકે છે. 

આ પણ વાંચો : 

ગુજરાતની ચૂંટણીમાં ભાજપે 156 સીટો જીતતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે. માંડ 17 બેઠકોમાં વિજેતા બનનાર કોંગ્રેસે સુરેન્દ્ર નગર જિલ્લાની પણ 2 બેઠકો ગુમાવી છે. આ કારણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખે રાજીનામું ધરી દીધુ હતું. રૈયાભાઈ રાજપૂતે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ પદ પર હતા. આ રાજીનામુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં તેમણે જણાવ્યુ હતું કે જિલ્લાના ઉમેદવારની પસંદગી સમયે જિલ્લા પ્રમુખ તરીકે તેમજ કોંગ્રેસના સંગઠનને વિશ્વાશમાં લીધા વગર જ ઉમેદવારો પસંદ કર્યા હતા. કોંગ્રેસ પ્રદેશ સમિતિ બહારથી મુકેલા પ્રભારીઓને હવાલે થઈ ગયા હોય તેમ મને લાગે છે તેમ પત્રમાં લખ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news