Rahul Gandhi Defamation Case : મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. માનહાનિ કેસમાં હવે 4 ઓગસ્ટે SCમાં સુનાવણી હાથ ધરાશે. SCએ અરજીકર્તા પૂર્ણેશ મોદીને નોટિસ જાહેર કરી છે. SCએ ગુજરાત સરકારને પણ નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે બંનેને 10 દિવસમાં જવાબ આપવાનું કહ્યું છે. આમ, રાહુલની સજા પર રોક લગાવતી અરજી પર 4 ઓગસ્ટે સુનાવણી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનહાનિ કેસ મામલે આજે રાહુલ ગાંધી માટે મોટો અને મહત્વનો દિવસ છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુનાવણી થઈ હતી. રાહુલની સજા પર રોક લગાવતી અરજી પર મહત્વની સુનાવણી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમમાં અરજી કરી હતી. જે મામલે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ  કેવિયેટ દાખલ કરી હતી. એટલે કે તેમનો પક્ષ સાંભળ્યા બાદ જ નિર્ણય આપવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીને દોષિત સાબિત કરતી અને બે વર્ષની જેલની સજા પર રોક લગાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી દેતા, તેની સામે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. જેના પર આજે જસ્ટિસ બી. આર. ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રા સુનાવણી કરી. આમ, હવે 4 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે. સાથે જ સુપ્રીમ કોર્ટે કેસ કરનાર પૂર્ણેશ મોદી તેમજ ગુજરાત સરકારને નોટિસ જાહેર કરી છે. 


આ વીડિયો છે પુરાવો : 9 નિર્દોષની હત્યા કરીને તથ્યએ સ્વીકાર્યું, ગાડીની સ્પીડ વધુ હતી


શું છે કેવિએટ અરજી 
રાહુલ ગાંધી સામે ફરિયાદ કરનાર પૂર્ણેશ મોદી હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેઓએ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. કેવિએટ કોઈ પણ સુનાવણી પહેલા એ નક્કી કરવા માટે દાખલ કરાય છે કે, તેમને સાંભળ્યા વગર કોઈ આદેશ જાહેર કરવામા ન આવે. તેમનો પક્ષ પણ સાંભળામાં આવે.


એ ગરીબ માતાને પૂછો જેનો સહારો તથ્યએ છીનવ્યો, ખટીક પરિવારને નિલેશ કોણ પાછો આપશે?


ગુજરાત હાઈકોર્ટ સજા પર સ્ટેની અરજી ફગાવી હતી 
રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સજા પર સ્ટે માટે યોગ્ય કારણ ન હોવાથી રાહુલ ગાંધીની અરજી કરી છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી આમ, હાઈકોર્ટમાંથી રાહુલ ગાઁધીને કોઈ રાહત મળી નથી. હવે રાહુલ ગાંધી માટે આ ચુકાદો બહુ જ મહત્વનો હતો, ત્યારે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, નીચેલી કોર્ટના જજમેન્ટ હાઇકોર્ટને દખલગીરી કરવુ યોગ્ય નથી લાગતું.


લાખો પાટીદારો ઐતિહાસિક અખંડ ધૂનના સાક્ષી બનશે, ઉમિયા ધામમાં ફરી રેકોર્ડ બ્રેક થશે


ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, ઓગસ્ટ મહિનાથી વધુ લાઈટ બિલ ચૂકવવા તૈયાર રહો