એ ગરીબ માતાને પૂછો જેનો જીવવાનો સહારો તથ્યને કારણે છીનવાયો, ખટીક પરિવારને નિલેશ કોણ પાછો આપશે?

Ahmedabad Iskon Bridge Accident : ડમ્પર અને થાર વચ્ચેના અકસ્માતની તપાસ માટે નિલેશ ફરજ ઉપર હતો. રાત્રે ઓન ડ્યુટી સમયે ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થતા તેની તપાસ માટે નિલેશ સ્થળ ઉપર ગયો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે આ તપાસ તેને ભરખી જશે
 

એ ગરીબ માતાને પૂછો જેનો જીવવાનો સહારો તથ્યને કારણે છીનવાયો, ખટીક પરિવારને નિલેશ કોણ પાછો આપશે?

ahmedabad accident સપના શર્મા/અમદાવાદ : એસ જી હાઇવે ઉપર બનેલી ઘટનાએ ઘટનાએ નવ પરિવારોના ઘરમાં હંમેશ માટે અંધકારના ડામ આપી દીધા છે. આ જ અકસ્માતમાં મોતને ભેટનાર 24 વર્ષીય નિલેશ ખટીકનું હસતું ગાતું નાનું પરિવાર હાલ માતમમાં ફેરવાઈ ગયો છે. નિલેશની માતાએ ઘરકામ કરી દીકરાને ભણાવ્યો જ્યારે પિતા રીક્ષા ચલાવતા હતા. માતાપિતાની વૃદ્ધાવસ્થા બાદ નિલેશ એક માત્ર હોમગાર્ડની નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. પોતાના બંને ભાઈઓને ભણાવતો હતો. નોકરી ઉપર મોકલતી તેની માતાને ક્યાં ખબર હતી કે તેનો લાડકવાયો દીકરો કયારેય પરત ફરી ઘરે પાછો નહીં વળે.... 

નિલેશનું પરિવાર ખુબ સામાન્ય અને ભાડેના મકાનમાં વેજલપુર વિસ્તારમાં રહે છે. નિલેષનું બાળપણ પણ ગરીબીમાં જ વીત્યું. હોમગાર્ડની નોકરી મળી તો નિલેશે ઘર ચલાવવાની સાથે સરકારી નોકરીમાં સારું પદ મેળવવા પરીક્ષાની તૈયારીઓ પણ શરુ કરી. પરંતુ કુદરતને કંઈ ઓર જ મંજૂર હતું. ખટીક પરિવારમાં આ ખુશીઓ લાંબો સમય પણ ન ટકી.  

— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023

માતાની બેસુદ સ્થિતિમાં... 
દીકરાને ગુમાવ્યાનો આઘાત એટલો છે કે, નિલએશના માતા હજી પણ બેહોશ જેવી હાલતમાં છે. નીલેશના માતાનો પોક મૂકીને સરકારને એક જ પ્રશ્ન છે કે શું રાજ્યસરકારની 4 લાખની સહાયથી તેમનો કામનારો દીકરો પરત ફરશે ? આ જે ઘટના બની તેવી ઘટના ફરી અન્ય કોઈ નિલેશ સાથે ન બને તે દિશામાં સરકાર કામ કરે તેવી માંગણી નિલેશના માતાપિતા કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ડમ્પર અને થાર વચ્ચેના અકસ્માતની તપાસ માટે નિલેશ ફરજ ઉપર હતો. રાત્રે ઓન ડ્યુટી સમયે ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થતા તેની તપાસ માટે નિલેશ સ્થળ ઉપર ગયો હતો. પણ તેને ક્યાં ખબર હતી કે આ તપાસ તેને ભરખી જશે. પાછળથી આવતી જેગુઆર કારની નીચે આવતા તેના બે સાથી પોલીસકર્મી સાથે તે પણ મૃતયુ પામ્યો. 

ઘટના બાદ નિલેષનો પરિવાર સરકાર સામે ન્યાયની મીટ માંડી બેઠું છે. એકનો એક કામનારો દીકરો મૃત્યુ પામતા સરકાર ઘરના બીજા દીકરાને નોકરી આપે તેવી માંગણી કરી રહ્યું છે. 

(Video source: Facebook/Nisar Vaidya)

વીડિયોની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી pic.twitter.com/5Q0nMPphOD

— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023

ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન અકસ્માત કેસમાં આજે શુક્રવારે બપોર બાદ આરોપી પિતા પુત્ર તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને કોર સમક્ષ રજુ કરવામાં આવશે. વધુ પૂછપરછ કરવા માટે પોલીસ રિમાન્ડની પણ માંગણી કરશે. જોકે આરોપીઓ પોતાના બચાવમાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા પોતાના જામીન માટે અરજી નહીં કરવા પણ વકીલને કહેવાયું હતું. કારણકે જો પ્રજ્ઞેશ પટેલને કોર્ટ દ્વારા જામીન મળી જાય તો તથ્ય પટેલ જેલમાં એકલો પડી જાય તેમ છે. જેના કારણે બાપ દીકરાએ સાથે રહી જેલમાં પણ તેનું ધ્યાન રાખી શકે તે પ્રકારની વિચારણા આરોપી પ્રગ્નેશ પટેલ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news