ચેતન પટેલ/સુરત :આવતીકાલે કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....


લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ પર ટિપ્પણી કરી હતી. જે અંગે સુરતના ધારાસભ્ય પૂણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ડેફરમેશનનો કેસ કર્યો હતો. જે મામલે આવતીકાલે સુરત કોર્ટમાં તારીખ હોઈ રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપશે. ત્યારે યુવા નેતા રાહુલ ગાંધીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ સુરતના વિવિધ ચાર સ્થળો પર પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવનાર છે. બાદમાં રાહુલ ગાંધી 10:45 સુરત કોર્ટમાં હાજરી આપશે. સુરતથી તેઓ મહારાષ્ટ્ર ખાતેના એક સભાને સંબોધવા માટે રવાના થશે. 


CM રૂપાણીના ભાઈના મોત મામલે કલેક્ટરે સોંપ્યો રિપોર્ટ, લોકેશનને લઈને થયો હતો ગૂંચવાડો


લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. નોટબંધી દરમિયાન અમદાવાદ જિલ્લા સહકારી બૅંકમાં કરોડો રૂપિયા જમા કરાવવાના આરોપ લગાવવા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાની વિરૂધ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે તેઓને જુલાઈ મહિનામાં અમદાવાદની કોર્ટમાં હાજર થવુ પડ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :