હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....

કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નું ગત વર્ષે ઉદઘાટન કર્યા બાદ હેલિકોપ્ટર (Helicopter) સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓ આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકે અને આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે તે હેતુથી અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ હતી. પરંતુ હાલ આ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી (Jungle Safari) બનાવવામાં આવી છે. ત્યારે હેલિકોપ્ટરના અવાજથી સફારીમાં પ્રાણીઓ ડરી જતા હોઈ હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે. 

Updated By: Oct 9, 2019, 03:39 PM IST
હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....

જયેશ દોશી/નર્મદા :કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નું ગત વર્ષે ઉદઘાટન કર્યા બાદ હેલિકોપ્ટર (Helicopter) સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓ આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકે અને આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે તે હેતુથી અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ હતી. પરંતુ હાલ આ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી (Jungle Safari) બનાવવામાં આવી છે. ત્યારે હેલિકોપ્ટરના અવાજથી સફારીમાં પ્રાણીઓ ડરી જતા હોઈ હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે. 

CM રૂપાણીના ભાઈના મોત મામલે કલેક્ટરે સોંપ્યો રિપોર્ટ, લોકેશનને લઈને થયો હતો ગૂંચવાડો

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે. હેલિકોપ્ટરના આવાજથી ત્યાં બનાવેલ જંગલ સફારી પાર્કમાં જાનવરો ડરે છે. જેને લઈને જંગલ સફારી પાર્કમાં તકલીફ પડી શકે છે. આ મામલે વનવિભાગ દ્વારા અમને સૂચન કરવામાં આવ્યું હતું. જેથી ખાનગી હેલિકોપ્ટર સેવાનું સ્થળ બદલવા વિચારણા ચાલી રહી છે અને અમે નવી જગ્યા શોધી રહ્યાં છે. 

પોરબંદર : વિજ્ઞાન જાથાએ પરપ્રાંતીય જ્યોતિષનો ખેલ ખુલ્લો પાડ્યો, વિધીના નામે લોકોને લૂંટતો હતો

વન વિભાગે કેમ રજૂઆત કરી
વન મંત્રાયલે નર્મદા કલેક્ટરને રજૂઆત કરી છે કે, હેલિકોપ્ટરના અવાજને કારણે કેવડિયા ખાતે અભયારણ્યમાં રખાયેલા વન્ય પ્રાણીઓ ભયભીત થાય છે. કેવડિયા ખાતે બની રહેલા સફારી પાર્કમા એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેઓ કુદરતી વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે. હેલિકોપ્ટરના ઘોંઘાટના કારણે હાંફળા-ફાંફળા અને ‘ડિસ્ટર્બ’ થઈ જાય છે. નર્મદા નદીના કિનારે 5.58 લાખ ચોરસ મીટરમાં આલિશાન સફારી પાર્ક ઉભુ કરાયું છે. જેમાં એશિયાઈ સિંહ, રોયલ બેંગાલ ટાઈગર, ચિત્તા, દીપડા, ઝીબ્રા, શાહમૃગ, જિરાફ, કાંગારૂ હરણ, વગેરે જેવા 170 જેટલા વન્ય પ્રાણીઓનો નજારો માણી શકાશે. આ સફારીમાં વિવિધ વન્ય પશુઓ માટે જુદા જુદા ૭ ઝોન તૈયાર કરાશે.

વડાપ્રધાન સાથે વર્લ્ડ બેંકના પ્રમુખ બનશે ગુજરાતના મહેમાન, કોન્ફરન્સમાં સંબોધન કરશે

આમ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાશમાંથી નિહાળવાનો લ્હાવો હાલ નહિ મળે. જ્યાં સુધી નવી જગ્યાની શોધ નહિ થાય ત્યાં સુધી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ૩૬૦ ડીગ્રીએ નહિ નિહાળી શકે. ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર, 2018માં આ હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરાઈ હતી. હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં 10 મિનિટની હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવતુ હતું. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :