રવિ અગ્રવાલ, વડોદરા: રેલવે કે અન્ય સરકારી નોકરીની ભરતીની જાહેરાત આવે તો એક વાર ચકાસી લેજો કે તે જાહેરાત બોગસ તો નથી ને... કારણ કે વડોદરા એસઓજી પોલીસે આવી જ એક રેલવેની બોગસ ભરતી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક, બે નહિ પરંતુ 54 ઉમેદવારો સાથે ઠગાઈ થઈ છે. પણ રીતે બોગસ રેલવે ભરતીનું ચાલતું હતું કૌભાંડ જુવો આ રિપોર્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લૉકડાઉનમાં જાહેરનામા ભંગની નોંધાયેલી ત્રણ ફરિયાદ પર કોર્ટને મહત્વપૂર્ણ ચુકાદો


વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે મનીષા ચોકડી પાસે ભાડાની ઑફિસ રાખી તુષાર પુરોહિત નામનો શખ્સ ન્યુ દિલ્લી રેલવે રિક્રુટમેન્ટ રેલવે કોર્ટના નામે રેલવેમાં જુદી જુદી જગ્યાઓ પર નોકરી માટેનું પ્રલોભન આપી લોકો સાથે ઠગાઈ કરે છે. તેના આધારે પોલીસે ઑફિસ પર રેડ પાડી મહાઠગ તુષાર પુરોહિત, તેના બે સાગરીત કૌશલ પારેખ અને દિલીપસિંહ સોલંકીની ધરપકડ કરી. પોલીસને આરોપીઓની પૂછપરછમાં ભરતી કૌભાંડમાં ચોંકાવનારી માહિતી મળી.


આ પણ વાંચો:- બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું


મહાઠગ તુષાર પુરોહિત અને તેની ગેંગે સ્પેશિયલ 26 ફિલ્મની જેમ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 54 ઉમેદવારો પાસેથી 1 કરોડની ઠગાઈ કરી છે. એસઓજી પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ, દિલ્લી ખાતેના એક ઈસમ પાસેથી બોગસ તૈયાર કરાયેલા રેલ વિભાગના લોગો, અશોક સ્થંભવાળા તેમજ રેલ કોર્ટ ભરતી બોર્ડના ઉમેદવારોના ટ્રેનિંગ સર્ટી, આઈ કાર્ડ, સિલેકશન લિસ્ટ, નિમણૂક પત્રો, પરીક્ષા પત્રો, રેલ મંત્રાલયના 27 રબર સ્ટેમ્પ મળી કુલ 50 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો.


આ પણ વાંચો:- પાલકના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા


બોગસ રેલવે ભરતી કૌભાંડમાં હાલમાં દિલ્લી પોલીસ ભવન સામે રહેતા ગુજુભાઈ અને રાજુભાઈ નામના બે શખ્સો વોન્ટેડ છે. મહાઠગ તુષાર પુરોહિત અને તેમની ગેંગ જે ઉમેદવારોને વિશ્વાસના આવે તેમને મુંબઈ અને દિલ્હી સ્થિત રેલવે મંત્રાલયની ઑફિસમાં વિઝિટ પણ કરાવતા હતા. બોગસ રેલવે ભરતી કૌભાંડમાં પકડાયેલ આરોપી કૌશલ પારેખના રોલની વાત કરીએ તો આરોપી મધ્ય અને દક્ષિણ ગુજરાતના નોકરી વાંચ્છુક ઉમેદવારો શોધતો, તેમની પાસેથી રૂપિયા પડાવતો અને પોતાનું કમિશન મેળવતો હતો.


આ પણ વાંચો:- નર્મદા : સરદાર સરોવર ડેમ પુર્ણતાની નજીક, જળ સપાટીમાં સતત વધારો


જ્યારે આરોપી દિલીપસિંહ સોલંકી દિલ્લી ખાતેની સ્પાઇસ હોટલનો કર્મચારી છે. જે તેની જ હોટેલ ને ભાડે રાખી પરીક્ષાનું આયોજન કરતો હતો. એટલું જ નહિ આરોપીઓ દરેક જિલ્લા વાઈઝ રેલવેના ટ્યુશન ક્લાસ પણ ચલાવતા હતા. જેના આધારે પણ ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર