લૉકડાઉનમાં જાહેરનામા ભંગની નોંધાયેલી ત્રણ ફરિયાદ પર કોર્ટને મહત્વપૂર્ણ ચુકાદો

કોરોના વાયરસ લૉકડાઉનમાં શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદ નોંધવામાં આવી હતી. 
 

લૉકડાઉનમાં જાહેરનામા ભંગની નોંધાયેલી ત્રણ ફરિયાદ પર કોર્ટને મહત્વપૂર્ણ ચુકાદો

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણા લોકો સામે લૉકડાઉનમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. તો વડોદરામાં કોર્ટે લૉકડાઉનમાં જાહેરનામા ભંગની નોંધાયેલી ત્રણ ફરિયાદને નકારી દીધી છે. કોર્ટે કલમ 188 હેઠળ નોંધાયેલી ત્રણ ફરિયાદને ડિસમિસ કરી છે. 

કોર્ટનું મહત્વનું તારણ
કોરોના વાયરસ લૉકડાઉનમાં શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જજે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.પી ઉનડકટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે, જ્યુડિશિયલ મેડિસ્ટ્રેટની પરવાનગી વગર કલમ 188મા એફઆઈઆર ન થઈ શકે. જેથી કોર્ટે કલમ 188 હેઠળ નોંધાયેલા ત્રણ કેસને ડિસમિસ કર્યાં છે. કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટની મંજૂરી વિના નોંધાયેલી કલમ 188 હેઠળની ફરિયાદ ટકવા પાત્ર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news