Gujarat Weather Forecast: આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. બીજી બાજુ વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરવામા આવી છે. આ સાથે તેમણે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે પણ આગાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવસખોર ભાભાએ ભંગારના ગોડાઉનમાં 14 વર્ષીય સગીરા સાથે આચર્યું વારંવાર દુષ્કર્મ, આ રીતે


જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે. 


છેલછબીલાઓને પાઠ ભણાવવા ચણિયાચોળી પહેરી ગરબે ગુમશે મહિલા બાઉન્સરો, ઝપેટે ચઢ્યા તો ગયા


ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, વરસાદ પૂર્ણ થયો છે. વરસાદ બાદના ઓક્ટોબર અને નવેમ્બર, આ બે મહિનાને ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે. આ બે મહિનામાં મોટાભાગે તાપમાનમાં વધારે ફેરફાર નથી થતો. અત્યારે દિવસના તાપમાન અને રાતના તાપમાનમાં વધારે ફેરફાર થતા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, હજી ઠંડી શરૂ નથી થઇ તેનો અર્થ કે અત્યારે ઠંડી પડવાની શક્યતા નથી. ટેમ્પરેચર ઘણું જ નોર્મલ છે. આગામી ચાર પાંચ દિવસ પણ હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે આગામી દિવસોમાં 22થી 24 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા છે.


રાજકોટમાં પાટીલનો હુંકાર : લોકસભામાં 5 લાખની વધુની લીડ સાથે તમામ બેઠકો જીતશું


અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે. 


લવ જેહાદ માટે કોણ આપે છે ફંડ? સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યુ


તો હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 14 અને 15 ઓકટોબરના વરસાદની કોઈ શક્યતા નથી. હાલ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. સાથે જ ઓકટોબરમાં તાપમાન સામાન્ય રહેશે. 


બોટાદનું મુક્તિધામ બન્યું ચમતકારી ઔષધિઓનું ઉપવન; અનેક રોગોનું જડમૂળથી થશે નાશ


આ રાજ્યોમાં થઈ મોનસૂનની વાપસી 
ત્યાં જ એક પ્રાઈવેટ હવામાન વેબસાઈટ અનુસાર ગુલમર્ગ, ધર્મશાળા, મુક્તેશ્વર, પીલીભીત ઔરાઈ, અશોક નગર, ઈંદોર, વડોદરા અને પોરબંદરથી થઈને દક્ષિણ-પશ્ચિમ મોનસૂન પરત આવી રહ્યું છે. આવનાર 2 દિવસની અંદર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્ય, પૂર્વી ઉત્તર પ્રદેશના અમુક ભાગો, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની વાપસી થઈ શકે છે.


રોકાણકારો માલામાલ! પહેલા જ દિવસે રૂપિયા થઈ ગયા ડબલ, 162નો શેર 330ના ભાવે થયો લિસ્ટ


ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.


નમો સ્ટેડિયમમાં WWE ચેમ્પિયન ખલીનું માથું અથડાયું, વીડિયો વાયરલ થયા લોકોએ મજા લીધી