દિવાળી બગડવાના એંધાણ, હવામાન ખાતાએ વરસાદને લઈને કરી મોટી આગાહી
રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ છે. ફટાકડાથી લઈને કપડા, નાસ્તા, ગિફ્ટ્સ વગેરેની ખરીદી કરાઈ રહી છે. માર્કેટમાં દિવાળીને લઈને બહુ જ ઉત્સાહ છે. પણ લોકોના આ ઉત્સાહ પર પાણી ફેરવે તેવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. એક વાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દિવાળીમાં વરસાદ આવી શકે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :રાજ્યભરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ છે. ફટાકડાથી લઈને કપડા, નાસ્તા, ગિફ્ટ્સ વગેરેની ખરીદી કરાઈ રહી છે. માર્કેટમાં દિવાળીને લઈને બહુ જ ઉત્સાહ છે. પણ લોકોના આ ઉત્સાહ પર પાણી ફેરવે તેવા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. એક વાર ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દિવાળીમાં વરસાદ આવી શકે તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.
માતાની પૂજાના નામે સળગતા અંગારાનો ખેલ, જુઓ નવસારીનો Video
દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે નિરાશાજનક સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દિવાળીમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્વારકા, અમરેલી જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસશે.
કમલેશ તિવારીના ત્રણેય હત્યારાઓને યુપી પોલીસને સોંપાયા, વહેલી સવારે યુપી લઈ જવાયા
હાલ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ છે, તો કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. મહીસાગર, ગીર-સોમનાથ, બારડોલી, નવસારી, તાપી, અમરેલીમાં છેલ્લા બે દિવસમાં વરસાદી ઝાપટા અનુભવાયા હતા. આજે દાહોદ, નવસારી, ડાંગ, મહીસાગર, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની અસર રહેશે. સુરત, નવસારી, વલસાડ, તાપીમાં આવતીકાલે વરસાદ રહેશે. ત્યારે જો દિવાળીએ આવશે તો ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની ભીતિ છે.
અમદાવાદ : બંગલામાં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ, 10 નબીરા દારૂ પીતા પકડાયા
ચોમાસાના વિદાયની જાહેરાત કરી હતી
તાજેતરમાં જ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છમાંથી ચોમાસા ઋતુએ વિદાય લીધી છે. ચોમાસ વિદાય લેતા તાપમાનમાં વધારો થશે. હાલ મહત્તમ તાપમાન વધશે. વાદળો હટી ગયા છે, સૂર્ય દેખાઈ રહ્યો છે. તેથી તાપમાન 35 36 સુધી જઈ શકે છે. હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ 15 નવેમ્બર બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે. ત્યારે આ પહેલા જ દિવાળીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :